કોરોના દર્દીઓ માટે આશાનું કિરણ, ઝાયડસની વિરાફિન દવાના 91.15 ટકા સફળ પરિણામ

  • April 24, 2021 08:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

18 વર્ષથી ઉપરના અને હળવા લક્ષણો ધરાવતા દર્દીઓનો આરટી પીસીઆર સાત દિવસમાં નેગેટીવ કરે છે, ઓક્સિજન લેવલ પણ વધારે છે

 સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણનું જોર વધ્યું અને બેડ, ઓક્સિજન તેમજ રેમડેસિવર સહિતની દવાઓની અછત વતર્ઇિ રહી છે ત્યારે ઝાયડસ કેડિલાએ એવો દાવો કર્યો છે કે કંપ્નીની એક દવા  આશાનું કિરણ છે. કંપ્નીને ડ્રગ ક્ધટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા પાસેથી કોરોના દર્દીઓનો ઉપચાર કરવા માટે આ દવાનો ઉપયોગ કરવાની મંજૂરી મળી ગઇ છે.

 


એન્ટી વાયરલ વિરાફિન દર્દીઓની રિકવરી ઝડપથી કરે છે તેવું કંપ્ની કહે છે. આ દવા દર્દીને અનેક સમસ્યામાંથી પણ ઉગારશે તેવો પણ દાવો કરવામાં આવ્યો છે. એન્ટી વાયરલ વિરાફિન લીધા પછી સાત દિવસમાં દર્દીનો આરટી પીસીઆર ટેસ્ટ નેગેટીવ આવ્યો છે.

 


કંપ્નીએ કહ્યું છે કે માત્ર બે કે ચાર દર્દીઓ નહીં પરંતુ 91.15 ટકા દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની સારવારમાં તેનો ઉપયોગ કરી શકાશે. મહત્વની બાબત એવી છે કે ઓક્સિજન લેવલને જાળવી રાખવા પણ આ દવા અસરકારક સાબિત થશે.

 


ઝાયડસ કેડિલાએ દાવો કર્યો છે કે Pegylated Interferon Alpha 2b (Verifin)  દવા 18 વર્ષથી વધુની વયના અને હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે અસરકતર્િ છે. ક્લિનિકલ ટ્રાયલમાં દવાનું 91.15 ટકા પરિણામ મળ્યું છે. આ પરિણામથી એવા સંકેત મળ્યા છે કે વિરાફિનથી રિકવરીના ચાન્સ વધારે છે અને સંક્રમણને વધતું અટકાવી શકાય છે. કંપ્નીએ ત્રીજા ફેઝમાં દેશના 25 કેન્દ્રોમાં 250 દર્દીઓ પર હ્યુમન ટ્રાયલ કર્યું છે અને તેનું પરિણામ સારૂં મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS