કોવિશિલ્ડના  સિંગલ ડોઝ ને ટૂંક સમયમાં મળશે મંજુરી 

  • May 31, 2021 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના સામેના જંગમાં અત્યારે કોરોના વેક્સિન જ હમણાં તો હથિયાર છે. એવામાં સમગ્ર દેશમાં વેક્સિનેશનનું અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન દરમિયાન ઠેર ઠેરથી વેક્સિનની ઉણપના પણ સમાચાર આવી રહ્યા છે. ત્યારે જુનમાં પર્યાપ્ત માત્રામાં વેક્સિનના ડોઝ ઉપલબ્ધ થશે તેવી સંભાવના જતાવવામાં આવી રહી છે. આ વચ્ચે સરકાર કોવિડ ટ્રેકર પ્લેટફોર્મથી ડેટા એકત્ર કર્યા બાદ સરકાર કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેના અંતરને વધાર્યા બાદ આ નિર્ણયના પ્રભાવની સમક્ષા કરવાની યોજના બનાવી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર સરકારને આ પરથી એ નક્કી કરવામાં આવશે કે કોવિશિલ્ડના સિંગલ ડોઝના નિયમને મંજુરી આપવામાં આવશે કે નહીં. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર સુત્રોનું કહેવું છે કે નવા પ્લેટફોર્મના ડેટાનું ઓગસ્ટ મહિનાની આજુ બાજુ વિશ્લેષણ કરવામાં આવશે.

 

 ભારતમાં ઉપયોગમાં લેવામાં આવનારી વેક્સિનમાંથી મુખ્ય કોવિશિલ્ડ છે. અહેવાલ અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં 20.89 કરોડ કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 90% કોવિશિલ્ડ છે. આ વેક્સિન અભિયાનમાં ભારત બાયોટેકની કોવેક્સિન પણ સામેલ છે. તેમજ રશિયાની સ્પુતનિક વિને પણ મંજુરી આપવામાં આવી છે.

 

રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથ ઓન ઇમ્યુનાઇઝેશન (એનટીએલઆઈ) હેઠળ કોવિડ વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષ ડો. એનકે અરોરાએ કહ્યું, “એક પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યું છે. ક્લિનિકલ ડેટા, વેક્સિન ડેટા અને સમગ્ર રોગના ડેટાના ત્રણ સેટને અહીં એકઠા કરવામાં આવશે. તેના આધારે અમે વેક્સિનની અસરકારકતા, ફરીથી સંક્રમણ અને પ્રવાહો પર ધ્યાન આપીશું.” અરોરાના જણાવ્યા અનુસાર કોવિડ રસીઓની અસરકારકતાનો અભ્યાસ કરવાની જરૂરિયાત પર માર્ચ – એપ્રિલમાં ચર્ચા શરૂ થઈ.

 

તેમણે કહ્યું, “આ ડેટા રસીકરણ પછી તમને રોગથી કેટલો સમય બચાવી શકાય છે તેનો ખ્યાલ આપશે. આ અમને રસીની અસરકારકતા પર બે ડોઝ વચ્ચેનો સમય વધારવા, પ્રભાવ અને અંતરાલ વધારવા અથવા ઘટાડવા માટે સંશોધન જરૂરિયાત વિશે ખ્યાલ આપશે. અરોરાએ જણાવ્યું હતું કે બેથી ત્રણ મહિના પછી ડેટાની સમીક્ષા કરવામાં આવશે.

 

સમીક્ષાનો બીજો ઉદ્દેશ એ પણ સમજવું છે કે એક ડોઝ અસરકારક છે કે કેમ? અહેવાલ અનુસાર આનાથી સંકળાયેલ લોકોના એક સૂત્રએ ખાનગી સમાચાર સંસ્થાને કહ્યું, “એવી દલીલ કરવામાં આવી રહી છે કે અન્ય વાયરલ વેક્ટર રસીઓમાં સિંગલ-ડોઝ વર્ઝન હોય છે. તે કોવિશિલ્ડ માટે પણ કામ કરી શકે છે. ”

 

જહોન્સન એન્ડ જહોન્સનની વેક્સિન પણ સિંગલ ડોઝ છે જે વાયરલ વેક્ટર પ્લેટફોર્મ પર આધારિત છે. જ્યારે આ તકનીકના આધારે બે ડોઝ સ્પુટનિક રસી પણ એક ડોઝ તરીકે આપવામાં આવી રહી છે. અસરકારકતાના અહેવાલોના આધારે બે ડોઝ વેક્સિન તરીકે કેલિબ્રેટ થયા પહેલાં, એસ્ટ્રાઝેનેકા વેક્સિન એક ડોઝના નિર્માણ તરીકે શરૂ થઈ હતી.

 

 સિંગલ ડોઝ વેક્સિનથી મોટી જનસંખ્યાને વેક્સિન આપવામાં સરળતા રહેશે. ભારતમાં પહેલાથી વેક્સિનની અછતના કારણે વેક્સિનેશન ખુબ ધીમું છે. જો કોવિશિલ્ડને સિંગલ ડોઝની મંજુરી મળે છે તો ફાયદાકારક રહેશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021