કોરોનાના કેસમાં સતત વધારો કુલ કેસ 26000 નજીક પહોંચ્યા

  • April 18, 2021 02:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં ચૈત્રી નોરતા ટાળે કોરોના દૈત્ય હાહાકાર મચાવી રહ્યો છે અને ક્રુર અટ્ટહાસ્ય કરીને શહેરીજનોને ડરાવી રહ્યો છે. આજે બપોર સુધીમાં શહેરમાં કોરોનાના વધુ 248 કેસ મળ્યા છે અને આ સાથે શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 26000 નજીક પહોંચી ગઈ છે. ટેસ્ટની સંખ્યા વધારી દેવામાં આવી છે અને દરરોજ 14000થી વધુ એન્ટિજન ટેસ્ટ કરવાનું શ કરી દેવાયું છે. ગઈકાલે સાંજે વધુ 35000 એન્ટિજન કિટનો જથ્થો આવી પહોંચ્યો છે. સિવિલ હોસ્પિટલ અને પ્રાઈવેટ હોસ્પિટલો હજુ પણ હાઉસફૂલ હોય આજે વધુ એક પ્રાઈવેટ કોવિડ હોસ્પિટલને મંજૂરી આપી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

 


વિશેષમાં મહાપાલિકાના કોવિડ બૂલેટિન અનુસાર આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 248 કેસ મળતા કુલ કેસ 25872 થયા છે. આજ સુધીમાં 21,135 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને રિકવરી રેઈટ 82.48 ટકા રહ્યો છે. જ્યારે આજ સુધીમાં કુલ 8,36,055 નાગરિકોના કોરોના ટેસ્ટ કરાયા છે જેમાં પોઝિટિવિટી રેઈટ 3.06 ટકા રહ્યો છે. ગઈકાલે તા.16ના રોજ 14,409 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં 707 નાગરિકો પોઝિટિવ મળ્યા હતા. આજે સવારથી પણ તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે લગાતાર કોરોના ટેસ્ટ કરવાની કામગીરી ચાલુ છે.

 


દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, ટેસ્ટિંગની સાથે વેક્સિનેશન પણ વધારવામાં આવી રહ્યું છે. આવતીકાલે તા.18ને રવિવારે શહેરમાં ત્રણ સ્થળોએ વેક્સિનેશન કેમ્પ યોજાશે જેમાં (1) સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કોરોના વેક્સિન કેમ્પ સવારે 9થી સાંજે 5 સુધી મહાપાલિકાના વોર્ડ નં.8માં હોલી સેન્ટ્સ સ્કૂલ, વોકહાર્ટ હોસ્પિટલ પાસે, કાલાવડ રોડ ખાતે યોજાશે જેમાં સંકલનકતર્િ તરીકે દર્શિતભાઈ જાની (મો.98790 09392) કાર્યરત રહેશે. જ્યારે (2) અભિયાન માત્ર સેવા સંસ્થા દ્વારા સવારે 9થી સાંજે 5 સુધી મહાપાલિકાના વોર્ડ નં.9માં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ, રૈયારોડ ખાતે કેમ્પ યોજાશે જેમાં વેક્સિન લેવા માટે મો.નં.78784 56780 ઉપર આયોજકનો સંપર્ક કરવાનો રહેશે અને (3) સહકાર ગ્રુપ દ્વારા કોરોના વેક્સિન કેમ્પ આવતીકાલે સવારે 9થી સાંજે 5 સુધી મહાપાલિકાના વોર્ડ નં.12માં પુનિતનગર પ્રાથમિક શાળા, પુનિતનગર સોસાયટી ખાતે યોજાશે જેમાં સંકલનકતર્િ તરીકે ધર્મેન્દ્રસિંહ ઝાલા (મો.97143 11111) રહેશે.

 

 

સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા બંધ કરવી કે કેમ ? વિચારણા શરૂ


રાજકોટ શહેરમાં મહાપાલિકા સંચાલિત સિટી બસ સેવા અને બીઆરટીએસ બસ સેવા બંધ કરવી કે કેમ તે અંગે મહાપાલિકાના પદાધિકારીઓએ વિચારણા શ કરી હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ અતિ ભયજનકસ્તરે પહોંચી ગયું છે ત્યારે આ દિશામાં ચચર્િ શ કરાઈ છે. અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં સિટી બસ અને બીઆરટીએસ બંધ કરી દેવાઈ છે. રાજકોટમાં હજુ વિચારણા ચાલી રહી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS