સાંનિધ્ય ગ્રીન એપાર્ટમેન્ટમાં ૪૦ સહિત રાજકોટમાં કુલ ૩૧૫ હોમ ક્વોરેન્ટાઇન

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના પશ્ચિમ ઝોન હેઠળના વિસ્તારમાં ગઇકાલે કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ મળી આવતા આરોગ્ય શાખાના વર્તુળોમાં દોડધામ મચી ગઇ હતી. દરમિયાન જે એપાર્ટમેન્ટમાંથી કેસ મળ્યો છે તે સાનિધ્ય ગ્રીન એપાર્ટમેન્ટમાં આવેલા તમામ ફ્લેટમાં રહેતા તમામ ૪૦ પરિવારોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સાથે જ આજની સ્થિતિએ રાજકોટ શહેરમાં હોમ ક્વોરેન્ટાઈન કરાયેલા પરિવારોની સંખ્યા ૩૧૫ થયાનું જાણવા મળે છે.


વધુમાં આ અંગે મહાપાલિકાની આરોગ્ય શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરના ત્રણેય ઝોનમાં કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ પશ્ચિમ ઝોનમાંથી મળી આવ્યા છે. દરમિયાન ગઈકાલે જે દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો તે દર્દી રાજકોટની માધાપર ચોકડી પાસે આવેલી ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો અને ત્યાં આગળ તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેનો ગત સાંજે રિપોર્ટ આવતાં તે દર્દી કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું. અમદાવાદ ખાતે કોરોનાના પોઝિટિવ કેસ એવા વિદેશથી આવેલા તેના મિત્રના સંપર્કમાં આવ્યો હતો અને ત્યાંથી તેને કોરોનાનો ચેપ લાગ્યો હતો તેવી વિગતો બહાર આવી છે. ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલો ૨૮ વર્ષીય લેઉવા પટેલ યુવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે યુવાન અને તેના ચાર પરિવારજનોને ગવર્મેન્ટ ક્વોરેન્ટાઈનમાં લઇ જવામાં આવ્યા છે.


આરોગ્ય શાખાના સૂત્રોએ ઉમેર્યું હતું કે જ્યારે ફિલ્ડ માર્શલ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા સાનિધ્ય ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા તમામ ૪૦ પરિવારોને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. ગઈકાલે પોઝીટીવ કેસ મળતાની સાથે તે એપાર્ટમેન્ટ તેમજ આજુબાજુના વિસ્તારમાં સઘન સફાઇ, દવા છન્ટકાવ, સેનિટાઈઝેશન, ક્વોરેન્ટાઈન લેબલિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી.વધુમાં આરોગ્ય શાખાના વર્તુળોએ જણાવ્યું હતું કે રાજકોટમાં કુલ ૫૬૮ પરિવારોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા જે પૈકી અનેક પરિવારોએ ૧૪ દિવસ ઘરમાં વિતાવી લીધા છે અને હાલ તેઓને કોઇ જ તકલીફ ન હોય અને સંપૂર્ણ સ્વસ્થ હોય તેમનો ક્વોરેન્ટાઈન પિરિયડ પૂર્ણ થયો છે. જ્યારે આજે સવારની સ્થિતિએ રાજકોટમાં વિદેશથી આવેલા હોય તેવા ૩૧૫ વ્યક્તિઓના પરિવારો હજુ હોમ ક્વોરેન્ટાઈન છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS