અરવલ્લી : માલપુરમાં પક્ષીને બચાવવા જતાં યુવકને લાગ્યો જોરદાર વિજ કરંટ, ધડાકાભેર પટકાયો જમીન પર

  • June 10, 2021 03:35 PM 

અરવલ્લી જિલ્લામાં અજીબ ઘટના બની.માલપુરમાં પક્ષીને બચાવવા જતાં યુવકનું મોત નું નીપજ્યું, માલપુર શહેરના વાઘેલા વાસમાં રહેતા દિલીપભાઈ વાઘેલા કે બાળપણથી જ પક્ષી અને પશુપ્રેમી હતા.. તેમના ધ્યાને વિજપોલના વાયર સાથે ફસાયેલા કબૂતર ને બચાવવા વિજપોલ પર ચઢી ને પક્ષી ને બચાવવા જતા ત્યાં વીજ કરંટ લાગતા યુવાન નીચે પટકાયો હતો. 

 

યુવક નીચે પટકાતા તેના માથા ના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. યુવકે જિંદગીની પરવા કર્યા સિવાય પક્ષીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ વીજ કરંટ લાવતા જમીન પર પટકવાથી મોત નિજપ્યું હતું. બનાવની જાણ થતાં ૧૦૮ તાત્કાલિક ઘટનાસ્થળે કઅવી પહોંચી હતી અને યુવાન ની લાશ ને પી.એમ. અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી..સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS