વુમન્સ ડે પર આજકાલનું અનોખું આયોજન: સાંજે વુમન પાવર ઈવેન્ટ

  • March 06, 2021 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા.૮ માર્ચ એટલે વિશ્ર્વ મહિલા દિવસ. આજકાલ ગ્રુપ મહિલા દિવસની ઉજવણી રાજકોટની મહિલાઓ સાથે કરશે. કોરોનાના મહિનાઓથી ઘરની ચાર દિવાલ વચ્ચે કેદ રહેલી મહિલાઓને નવી ઉર્જાનો સંચાર કરાવવા આજકાલ દૈનિક દ્વારા આજે સાંજે વુમન પાવર એવોર્ડ સાથે એન્ટરટેઈનમેન્ટ ઈવેન્ટનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ ક્ષેત્રની મહિલા પ્રતિભાઓ અને મહિલા સભ્યો સાથે હોટલ આરપીજે કાલાવડ રોડ ખાતે સાંજે ૪ થી ૬ આ ઈવેન્ટ યોજાશે. 


દર વર્ષે નવરાત્રીમાં ગરબા, ઓટો એકસ્પો, એજ્યુ ફેસ્ટા અને સાહિત્ય ફેર સાથે અનેકવિધ પ્રવૃતિમાં આજકાલ હંમેશા અગ્રેસર રહ્યું છે. એવી જ રીતે આજકાલ વુમન પાર્લામેન્ટ સાથે મહિલા જગત માટે પણ આજકાલ ગ્રુપે એક પહેલ કરી હતી. એવી જ રીતે કોરોનાથી કંટાળેલી મહિલાઓને રી-ફ્રેશ કરવા અને આ સમય દરમિયાન વિશિષ્ઠ કામગીરી કરનાર પ્રતિભાઓને સન્માનીત કરાશે. આ ઉપરાંત અલગ અલગ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર મહિલાઓને એવોર્ડ એનાયત કરાશે. 
આજકાલ વુમન પાવર ઈવેન્ટના મુખ્ય મહેમાન તરીકે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન રહેશે. પુર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, ડો, દર્શિતા શાહ, ડો. દર્શનાબેન પંડયા, ડો. બબીતા હપાણી, ડો. વૃંદા અગ્રાવત, જયશ્રીબેન દેસાઈ, અમી ગણાત્રા, ડો. કૃપા ઠકકર, ડો. ઉન્નતી ચાવડા, શર્મીલાબેન બાંભણીયા સહિત વિવિધ ક્ષેત્રની મહિલા હસ્તીઓ આ કાર્યક્રમમાં હાજરી આપી પાર્ટીશીપેટ મહિલાઓનો જુસ્સો વધારશે. મનોરંજક કાર્યક્રમ સાથે સંઘર્ષથી સફળતા સુધી પહોંચનારી સન્નારીઓને આજકાલ વુમન એવોર્ડ ૨૦૨૧ એનાયત કરવામાં આવશે.  આજકાલ વુમન એવોર્ડ-એન્ટરટેઈનમેન્ટ ઈવેન્ટના વેન્યુ પાર્ટનરમાં હોટલ આરપીજે, રેડિયો પાર્ટનર રેડિયો મિર્ચી અને ઈવેન્ટ પાર્ટનર તરીકે ધ ઈવેન્ટ પ્લાનરની ટીમ જોડાયેલી છે.

મોનોટોનસ નહીં મનોરંજનને પ્રાથમિકતા 
સામાન્ય રીતે મહિલા દિવસ નિમિત્તે મહિલા સશક્તિકરણના કાર્યક્રમો યોજાતા હોય છે. આજની આધુનિક મહિલા ખરા અર્થમાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ બની છે. આ વર્ષે આજકાલ દ્વારા મોનોટોનસ કાર્યક્રમના સ્થાને મનોરંજનને પ્રાથમીકતા આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજકાલ આયોજિત ગરબામાં પણ રાજકોટવાસીઓ ભરપૂર ગરબા રમીને મન મુકીને નવરાત્રી માણે છે.

મનોરંજનના મહાસાગરમાં ઝુમી ઉઠશે મહિલાઓ 
આજકાલ આયોજીત આ ધમાકેદાર ઈવેન્ટમાં મસ્તીના મહાસાગરમાં મહિલાઓને ઝુમાવવા એકથી એક અવનવી ગેઈમ્સ રમાડવામાં આવશે. લોકડાઉન દરમિયાન આખો દિવસ કામમાં પરોવાયેલી મહિલાઓ મસ્તીમાં ઝુમી ઉઠશે અને થાક દુર કરી તાજગી અનુભવશે. અલગ અલગ કોમ્પીટીશનમાં વિજેતા થનાર મહિલાઓને ઈનામોથી નવાજવામાં આવશે. 

રેડિયો મિર્ચીના આરજે શિતલ અને દ્રષ્ટિ ગેઈમ્સ રમાડશે 
આ ઈવેન્ટમાં રેડિયો પાર્ટનર તરીકે રેડિયો મિર્ચી જોડાયું છે. આ કાર્યક્રમમાં આરજે દ્રષ્ટિ રાજકોટની મહિલાઓને વિવિધ ગેઈમ્સ રમાડી મનોરંજન પુ‚ પાડશે. તેમજ આરજે શિતલ દ્વારા પણ ખાસ સરપ્રાઈઝ ગેઈમ્સ ડિઝાઈન કરવામાં આવી છે. આરજે શિતલ અને દ્રષ્ટિ સાથે ગેઈમ્સ રમવા માટે મહિઓ પણ આતુર છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS