સાણોદર હત્યા કેસના 4 આરોપી ઝડપાયા, પીએસઆઇ સસ્પેન્ડ

  • March 04, 2021 03:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બુધવારે આખો દિવસ સમજાવટ અને પગલા લેવાયા બાદ મામલો થાળે પડ્યો
પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાયા મૃતકના અંતિમ સંસ્કાર

 


ઘોઘા તાલુકાના સાણોદર ગામે મંગળવારે સાંજે તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ વિજેતા ઉમેદવારના વિજય સરઘસ બાદ અગાઉની અદાવતને કારણે ગામના દલિત આધેડની હત્યા થયાના બનાવમાં ગઇકાલે જયાં સુધી પીએસઆઇને સસ્પેન્ડ ન કરવામાં આવે તથા આરોપીઓને ઝડપી લેવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો હતો. એક તબક્કે તો રાજયપાલનું ભાવનગરમાં રોકાણ હોય મોરચો તેમના રાત્રી રોકાણ સ્થળ સરકીટ હાઉસ ખાતે લઇ જવાનું પણ આયોજન થયું હતું. જો કે દરમિયાનમાં આ મામલે ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી દાખવવા બદલ ઘોઘા પોલીસ મથકના પીએસઆઈ પી.આર સોલંકીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષકે આદેશ કયર્િ અને આ ઘટનાના 10 પૈકી 4 આરોપીને ઝડપી લેવાયા બાદ મૃતકના કુટુંબીજનોએ મૃતદેહને સ્વિકારી લીધો હતો અને  આજે તા.4ને ગુવારે સવારે 10.30 કલાકે સાણોદર ગામે તેની અંતિમ યાત્રા નિકળી હતી. સાણોદર ગામમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

 


મૃતકની પુત્રીએ ગામના 10 શખ્સો સામે વિવિધ ગુન્હાઓ સબબ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આરોપીઓને ઝડપી લેવા પોલીસની વિવિધ ટીમો બનાવાઈ હતી. ગઈકાલે સાણોદર ગામે નિકળેલ વિજય સરઘસમાં ગામમાં રહેતા અમરાભાઈ મેઘાભાઈ બોરીચા (ઉં.વ.60)ની હત્યા અંગે તેની પુત્રી નિર્મળાબેનએ ઘોઘા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, જ્યારે વિજય સરઘસ નિકળ્યુ ત્યારે અમે તે જોવા નિકળ્યા તે દરમિયાન અગાઉના ઝઘડાની દાઝ રાખી અમારા ગામના ભૈયલુ નિભા ગોહિલ, કનક હારીતસિંહ ગોહિલ, પદુ હારીતસિંહ ગોહિલ, મુન્નાભાઈ બભભાઈ ગોહિલ, મનહરભાઈ જગદીશસિંહ ગોહિલ, મનહર છોટુભા ગોહિલ, હરપાલ ગીરિરાજસિંહ ગોહિલ, વિરમદેવસિંહ હરદેવસિંહ જાડેજાએ મારા પિતાને જાતિ પ્રત્યે અપમાનિત કરી ગેરકાયદેસર મંડળી રચી તલવાર, ધારીયુ, લોખંડનો પાઈપ, ધોકા અને કુહાડી-છરી જેવા ઘાતક હથિયારો સાથે ઘરમાં પ્રવેશી દરવાજા તથા બારણા તોડી નાખી મારા પિતા પર હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી.

 


જ્યારે હું વચ્ચે પડતા મને તથા મારા મમ્મીને પણ હથિયારો વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. તથા આ લોકોએ અમારા મોબાઈલ તોડી વિડીયો ડિલીટ કરી ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કયર્િ હતા. અંગેની તપાસ સેલના પી.આઈ. કોડીયાતરને સોંપાઈ હતી. ચાર આરોપી નજર કેદમાં છે અને બાકીના આરોપીઓને ઝડપી લેવા પોલીસની વિવિધ ટીમોને કામે લગાડાઈ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.્ર


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS