અભિનેતા સંજય દત્તે લીધી કોરોનાની રસી, મેડિકલ ટીમ માટે કહી આ વાત

  • March 24, 2021 09:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

એક તરફ દેશમાં કોરોના ફરી એકવાર જેટ સ્પીડથી ફેલાઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ તેનાથી બચાવ માટે રસીકરણ અભિયાન પણ ઝડપી બનાવવામાં આવ્યું છે. મોટા પ્રમાણમાં લોકોને રસી આપી અને કોરોના સામે સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે. 

 

 

મહારાષ્ટ્ર કે જ્યાં કોરોનાના કેસ સૌથી વધુ નોંધાઈ રહ્યા છે ત્યાં બોલિવૂડ સ્ટાર્સ પણ એક પછી એક કોરોનાની રસી લેવા લાગ્યા છે. તેવામાં આજે બોલિવૂડ સ્ટાર સંજય દત્તે કોરોનાની રસી લીધી છે. આ સાથે જ તેણે પોતાનો ફોટો પણ શેર કર્યો છે. 

 

 

સંજય દત્તે વેકસીન લઈ લોકો માટે અને મેડિકલ ટીમ માટે ખાસ મેસેજ પણ શેર કર્યો છે.  સંજય દત્તે ટ્વીટ કરી અને લખ્યું છે કે બીકેસી વેકસીન સેન્ટરમાં કોવિડ-19ની રસીનો પહેલો શોટ લીધો છે. ડોક્ટર અને તેમની ટીમને આ રસીકરણના આ શાનદાર કામ માટે ખૂબ ખૂબ અભિનંદન, તેમની મહેનત માટે મારા દિલમાં તેમના માટે માન વધી ગયું છે. 

 

 

 

મહત્વનું છે કે સંજય દત્ત પહેલા સૈફ અલી ખાન, શર્મિલા ટાગોર, નીના ગુપ્તા, ધર્મેન્દ્ર, કમલ હાસન, હેમા માલિની, અનુપમ ખેર, ગજરાજ રાવ, પરેશ રાવલ, નાગાર્જુન સહિત અનેક સ્ટાર્સ કોરોનાની રસી લગાવી ચુક્યા છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS