અફઘાનમાં ફસાયેલા ભારતીઓનું નીકળવું મુશ્કેલ, સરકાર ચિંતિત

  • September 07, 2021 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અફઘાનિસ્તાનથી ભારતીય ફ્લાઇટ્સ ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા નથી, કારણ કે સરકાર વિમાનના ક્રૂ અને મુસાફરોની સલામતી અંગે ભયભીત છે. ટોચના સરકારી સૂત્રોએજણાવ્યું કે, 'અફઘાનિસ્તાનમાંથી ભારતીય લોકોને બહાર કાઢવા માટે ફ્લાઇટ્સ ચલાવી શકાય છે, પરંતુ તે ત્યારે જ થશે જ્યારે સુરક્ષા અને એર ટ્રાફિક નિયંત્રણ સંબંધિત બાબતોની સત્તાવાર રીતે ત્રીજા દેશ દ્વારા તપાસ કરવામાં આવશે.

 

બીજી બાજુ કેટલાક અહેવાલો કહે છે કે, 'તાલિબાન લડવૈયાઓ મઝાર-એ-શરીફથી ફ્લાઇટની મંજૂરી આપતા પહેલા પૈસા લઈ રહ્યા છે. મોટાભાગના દેશોએ અફઘાનમાંથી લોકોને બહાર કાઢવા માટે કામગીરી બંધ કરી દીધી છે. તાલિબાને ઓગસ્ટના મધ્યમાં કાબુલ પર કબજો કર્યો હતો, પરંતુ અહેવાલો કહે છે કે હજુ પણ ઘણા લોકો કાબુલમાં ફસાયેલા છે.'

 

ભારતે ગુરુવારે કહ્યું હતું કે, 'અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કાર્ય તેની પ્રાથમિકતામાં ટોચ પર હતું, પરંતુ હવે કાબુલ એરપોર્ટ પરથી ઓપરેશન ન થવાને કારણે આ દિશામાં કોઈ પ્રગતિ થઈ નથી.' વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, 'અમે સ્થળાંતરને પ્રાથમિકતા આપી રહ્યા હતા. પરંતુ હવે કાબુલ એરપોર્ટનું સંચાલન બંધ છે. એરપોર્ટ ક્યારે કામકાજ ફરી શરૂ થશે તે અંગે વાતો ચાલુ છે.'

 

વિદેશ મંત્રાલયે ભૂતકાળમાં કહ્યું હતું કે, 'તે અફઘાનિસ્તાનમાં હાજર શીખ અને હિન્દુ લોકોના પ્રતિનિધિઓના સંપર્કમાં છે, અને જેઓ ઘરે પરત ફરવા માંગે છે તેમને પરત લાવવામાં આવશે. 27 ઓગસ્ટના રોજ એક પત્રકાર પરિષદમાં અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, 'ભારતે દુશાંબે 6 ફ્લાઇટ દ્વારા કાબુલમાંથી 550 લોકોને બહાર કાઢ્યા છે. તેમાં 260 ભારતીયો (દૂતાવાસના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ), અને અફઘાન અને બીજા અન્ય લોકોનો સમાવેશ થાય છે.'


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS