અમિત શાહની ગુજરાતની મુલાકાત બાદ પાટીલ મોદીને મળવા દિલ્હી પહોંચતા રાજકારણમાં ગરમાવો

  • June 24, 2021 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાટીલ કાલે વારાણસી જશે: નવા–જૂનીના તર્કવિતર્ક

 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે હતા તેમની મુલાકાત પૂર્ણ થયાના બીજા દિવસે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દિલ્હીની વાટ પકડતા રાજકીય ગરમાવો આવ્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરે તેવી સંભાવના છે. આવતીકાલે તેઓ વારાણસી જશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.

 


તાજેતરમાં સ્થાનિક સ્તરે વર્તમાન પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પૂર્વ પ્રભારી વી સતીશ સાથે રાય વિધાનસભાની આગામી ચૂંટણીને લઇને  તબક્કાવાર બેઠકો યોજવામાં આવી હતી.આજે સી.આર.પાટીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક દરમિયાન તેઓ રાયની રાજકીય ગતિવિધિઓ તથા સંગઠન બાબતે વડાપ્રધાનને અવગત કરશે તે વાતની શકયતાને નકારી શકાય તેમ નથી.

 


અત્રે નોંધવુ જરી છે કે સી.આર.પાટીલ સંસદની શહેરી વિકાસ સમિતિના સભ્ય છે તેથી તેઓ બેઠકમાં ભાગ લેવા દિલ્હી જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં ચાલી રહેલા કામોની સમીક્ષા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેઓ અવાર–નવાર કરે છે.

 


સી આર પાટીલ દિલ્હીની મુલાકાત નક્કી થતાં ની સાથે જ ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે કોઇ નવાજુની થાય એવા તર્ક વિતર્કેા પાટનગરમાં શ થઈ ચૂકયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS