કોરોના બાદ જીએસટીની આવકમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં 10 ટકાનો વધારો

  • March 04, 2021 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર દેશમાં જુલાઇ 2016થી જીએસટીનો કાયદો લાગુ પાડવામાં આવ્યો હતો. ત્યારે કેન્દ્ર સરકાર તરફથી દરેક રાજયને 2015-16ની તુલનાએ 2016-17માં જીએસટીની આવકમાં 14 ટકા વધારો નહીં થાય તો કેન્દ્ર સરકાર તરફથી ચુકવવામાં આવશે. આ વાયદા સંદર્ભે 2020-21ના વર્ષમાં રાજય સરકારને 25 હજાર કરોડ જીએસટીનું વળતર ઓછું મળશે તેવો અંદાજ હતો. પરંતુ કેન્દ્ર સરકાર તરફથી સેસ તથા લોન સ્વરૂપે રકમ આપવામાં આવતાં હવે ગુજરાતને 8થી 9 હજારનું વળતર ઓછું મળશે. જુલાઇ-2022 સુધીમાં વળતર મળી શકે છે તેમ ગુપ્તાએ જણાવ્યું હતું.

 


ગુજરાતના વાણિજયવેરા કમિશનર જે.પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે, સને 2020-21માં જીએસટી વળતર 25 હજાર કરોડ ઓછું મળવાનો અંદાજ હતો. પરંતુ કેન્દ્ર સરકાર તરફથી કોરોનામાં સેસ પેટે ઉઘરાવેલી રકમમાંથી 6 હજાર કરોડ રાજય સરકારને આપ્યા છે. આ ઉપરાંત 9,200 કરોડની ગ્રાન્ટ લોન સ્વરુપે આપવાનો વાયદો કર્યો છે. આ રકમ પરત કરવાની નથી. લોનમાંથી કેન્દ્ર સરકારે અત્યારસુધીમાં 8,800 કરોડ રૂપિયાના 17 હપ્તા ચૂકવી દીધાં છે.

 


બજેટ બાદ યોજાયેલ પત્રકાર પરિષદમાં તેમણે વધુમા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, કોરોનાના કારણે 2020-21ના પ્રથમ કવાર્ટરમાં 40 ટકા ઓછી જીએસટીની આવક થઇ હતી. બીજા કવાર્ટરમાં 5 ટકા ઓછીઆવક થઇ હતી. ત્રીજા કવાર્ટરમાં 5 ટકા વધુ આવક થઇ ગઇ છે. તેમાંય જાન્યુઆરી-ફ્રેબુઆરીમાં 10 ટકાનો આવકમાં વધારો થવા પામ્યો છે.  જે કોરોના બાદની રાજ્યની નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થઇ રહ્યાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS