ઇંધણ બાદ હવે ઇલેક્ટ્રોનિક સામાનમાં પણ થશે ભાવ વધારો, જાણો તેની પાછળ અસર કરતા પરિબળો વિશે 

  • August 30, 2021 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી દિવસોમાં તમારે કારથી માંડીને ઇલેક્ટ્રોનિક સામાન માટે વધારે પૈસા ચુકવવા પડી શકે છે, કારણ કે દુનિયાની સૌથી મોટી કોન્ટ્રેકટ ચિપ મેકર પોતાની ચિપના ભાવ વધારવા જઇ રહી છે. વોલ સ્ટ્રીટ જર્નલે કંપની સાથે જોડાયેલા લોકોનો હવાલો આપીને કહ્યું છે કે દુનિયાની સૌથી મોટી તાઇવાન સેમીકંડકટર મેન્યુફેકચરીંગ કંપની ચિપના ભાવમાં 20 ટકાનો વધારો કરવા જઇ રહી છે.

 

આનો સીધો મતલબ એ થશે કે ઓટો, ઇલેક્ટ્રોનિક્સ, મોબાઇલ જેવી જરૂરી ઉપકરણોમાં ચિપ સૌથી ઇર્મ્પોટન્ટ પાર્ટસ છે એટલે એમાં વધારો થશે તો એન્ડ પ્રોડક્ટસ મોંઘી થવાની પુરી શક્યતા છે. અત્યારે આખી દુનિયામાં ચિપની અછતની બુમરાણ ચાલી રહી છે.

 

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ કંપની પોતાની એડવાન્સ્ડ ચિપ્સના ભાવમાં 10 ટકાનો વધારો કરવાની યોજના બનાવી રહી છે. જયારે ઓટો મેન્યૂફેકચર્સ જેવા ગ્રાહકો દ્રારા ઉપયોગમાં લેવાતી ઓછી એડવાન્સ ચિપ્સના ભાવમાં લગભગ 20 ટકા જેટલો વધારો કરવાનું વિચારી રહી છે.

 

જો કે ભાવ વધારો આ વર્ષના અંત સુધીમાં કે નવા વર્ષની શરૂઆતથી અમલમાં આવી શકે છે. ઓટો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના ઉત્પાદનમાં જરૂરી એવી ચિપના ભાવ વધારાની સીધી અસર ઇલેક્ટ્રોનિક્સ આઇટમો પર પડશે એટલે આવી વસ્તુઓ મોંઘી થવાની શક્યતા છે.

 

 

તાઇવાન સેમીકંડકટર મેન્યૂફેકચરીંગ કંપની (TSMC) દુનિયાની સૌથી મોટી કોન્ટ્રેક્ટ ચિપ મેકર છે. આ કંપની એપલ જેવી અમેરિકાની ટેક કંપનીઓની સપ્લાયર પણ છે. આ કંપની દુનિયાને સૌથી નાની અને આધુનિક ચિપ્સનો કુલ 90 ટકા હિસ્સો સપ્લાય કરે છે.  જો કે TSMCએ અત્યારે ભાવ વધારા બાબતે કોઇ સત્તાવાર જવાબ આપ્યો નથી.

 

હાલની સ્થિતિ તરફ નજર નાંખો તો ખબર પડશે કે દુનિયાભરમાં સેમીકંડકટર ચિપની અછતને કારણે મેન્યૂફેકરીંગની ગતિ ધીમી થઇ ગઇ છે. દુનિયાભરમાં અત્યારે સેમીકંડકટરની શોર્ટેડ ચાલી રહી છે ,જેને કારણે પેસેન્જર વ્હીકલના ઉત્પાદનમાં, ફોન, ટીવી અને ગેમિંગ કન્સોલના ઉત્પાદન પર ભારે અસર પડી છે.

 

ગયા મહિનામાં તાઇવાન સેમીકંડકટર મેન્યૂફેકચરીંગ કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે કંપની આ ત્રિમાસિક સમયગાળા સુધીમાં તેના ઓટો ગ્રાહકો માટે ચિપની અછતને ધીમે ધીમે ઓછી કરશે, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે સેમીકંડકટરની અછત સંભવત આગલા વર્ષ સુધી રહી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS