કોરોનાના કેસ વધતાં નાગપુર પછી આ શહેરોમાં પણ કડક લોકડાઉનનો સંકેત

  • March 12, 2021 01:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

24 કલાકમાં વધુ 14 હજાર નવા કેસ આવ્યા

 


મહારાષ્ટ્રમાં ફરી એકવખત કોરોના વાયરસનો કહેર વધતો જઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 14000 નવા કેસ સામે આવ્યા હતા, જે એક વર્ષમાં સૌથી વધુ છે. તે સાથે જ અહીં દર્દીઓની સંખ્યા 22,66,057 થઈ ગઈ છે. કોરોનાના વધતા કેસોની જોતા નાગપુરમાં એક સપ્તાહનું લોકડાઉન લગાવી દેવાયું છે. મહારાષ્ટ્ર સરકારે 15થી 21 માર્ચ સુધી નાગપુરમાં કડક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના કેટલાક અન્ય શહેરોમાં પણ જલદી લોકડાઉન લગાવવાના સંકેત આપ્યા છે. ઠાકરેએ કહ્યું કે, કોરોના વધુ ન ફેલાય તે માટે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં કડક લોકડાઉન લાગુ કરાશે.

 


ઉલ્લેખનીય છે કે, નાગપુરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 1,513 નવા કેસ નોંધાયા છે. તે પછી નાગપુર શહેરમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધીને 2,43,726 સુધી પહોંચી ગયો. અત્યાર સુધી છે. અત્યાર સુધીમાં 4,877 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં આ બીમારીથી 52,610 લોકોના મોત થઈ ચૂક્યા છે.
’કોવેક્સીન’ રસી લીધા પછી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ’મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કોરોના વાયરસના સંક્રમણના પ્રસાને રોકવા માટે કડકાઈથી લોકડાઉન લગાવાશે. લોકડાઉનના ઉપાયોની જાહેરાત કરતા પહેલા સરકાર અધિકારીઓની સાથે ખાસ બેઠક કરવા જઈ રહી છે.’ તેમણે કહ્યું કે, સરકાર લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતરનું પાલન કરવા અને બિનજરૂરી રીતે બહાર ન નીકળવાનો આગ્રહ કર્યો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS