સિદ્ધાર્થ શુક્લાની મોતથી એક ચાહકને લાગ્યો ઝટકો, છોકરીને કરવી પડી કોમામાં દાખલ 

  • September 04, 2021 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુથી તેનો પરિવાર, મિત્રો અને ચાહકો બધાને આઘાત લાગ્યો છે. અસિમ રિયાઝથી રાજકુમાર રાવ સુધીના ઘણા સેલેબ્સે સિદ્ધાર્થ શુક્લાની અંતિમ યાત્રામાં હાજરી આપી હતી. આ સાથે જ તેની ખાસ મિત્ર શહનાઝ ગિલ અને માતા રીટા શુક્લાની હાલત જોઈને દરેકની આંખો ભીની થઈ ગઈ. તેના ચાહકો હજી પણ અભિનેતાના અચાનક મૃત્યુ પર વિશ્વાસ કરી શકતા નથી. સિદ્ધાર્થના મૃત્યુથી તેના ચાહકો નિરાશ છે. પરંતુ સિદ્ધાર્થની એક ચાહકતો આ સમાચાર સાંભળી તેની તબિયત લથડી ગઈ.

 

સિદ્ધાર્થ શુક્લાની મોતના સમાચાર સાંભળીને, તેની એક ચાહકને આઘાત લાગ્યો અને તે કોમામાં ચાલી ગઈ.  સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ એક પોસ્ટ શેર કરી છે જેની સાથે તેમણે આ માહિતી આપી છે. તેણે સિદ્ધાર્થ શુક્લાનો ફોટો શેર કર્યો છે, જેની સાથે ડો. જયેશ ઠાકર નામના યુઝરે એક પોસ્ટ મૂકી છે. આ પોસ્ટમાં લખ્યું છે, 'મિત્રો, તમારા પરિવાર અથવા મિત્રો સાથે વાત કરો. એકલા ન રહો તાજેતરમાં, સિદ્ધાર્થની એક ચાહક બાથરૂમમાં બેભાન અવસ્થામાં જોવા મળી હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મહેબાની કરીને તમારી જાત ને સાચવો.' 

 

સિદ્ધાર્થે ગુરુવારે આ દુનિયાને અલવિદા કહી દીધું. તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. ગુરુવારે સવારે અભિનેતાનો પરિવાર તેને કૂપર હોસ્પિટલ લઈ ગયો. જ્યાં, ડોક્ટરોએ અભિનેતાને 'ડેથ બિફોર અરાઇવલ' જાહેર કર્યા. આ સમાચાર બાદ દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અભિનેતાના મૃત્યુથી માત્ર ટીવી ઉદ્યોગ જ નહીં, પરંતુ બોલિવૂડ પણ હચમચી ગયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS