પૂર્વ લદાખમાં ચીની સેનાના અભ્યાસ બાદ ભારતે રાફેલ ગોઠવ્યા

  • June 09, 2021 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુપ્તચર એજન્સીઓ સક્રિય, દેશના જવાનો મોટી સંખ્યામાં ગોઠવાયા: ચીનની ફરી ઉશ્કેરણીદેશમાં કોરોનાવાયરસ મહામારીની લહેર હળવે હળવે શાંત પડી રહી છે અને ભારત સરકાર અત્યારે કામ માં સક્રિય છે ત્યારે ચીન દ્વારા ફરી નાપાક હરકતો શરૂ કરવામાં આવી છે અને લદાખમાં ચીની સેના મોટા પ્રમાણમાં ફરીથી જોવા મળી છે અને તેના સૈનિકો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે.
ચીનની આ હરકત સામે જવાબ રૂપે ભારત દ્વારા લદાખમાં રાફેલ ફાઈટર વિમાનો ગોઠવી દેવામાં આવ્યા છે અને ભારતીય જવાનો મોટી સંખ્યામાં ગોઠવાઈ ગયા છે અને પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે.

 


ચીનના સૈનિકો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યા બાદ ભારતીય ગુપ્તચર એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે અને ચીની સેનાની નાપાક હલચલ પર ચાંપતી નજર રાખી રહી છે. સરકારી સૂત્રોએ મીડિયાને એવી માહિતી આપી છે કે પૂર્વ ભાગમાં ચીની વાયુસેનાના 20થી વધુ ફાઇટર વિમાનોએ અભ્યાસમાં ભાગ લીધો હતો.

 


સૌપ્રથમ જ્યાં ચીની સેનાએ પોતાના જવાનોને દરેક પ્રકારની મદદ પહોંચાડી હતી તે એર બેઝ પાસે જ યુદ્ધ અભ્યાસ ચીનના સૈનિકો દ્વારા કરવામાં આવ્યો હતો અને આ ઘટના બાદ ભારતે વળતા જવાબ તરીકે અને ચીનને વોર્નિંગ આપવા માટે રાફેલ ફાઈટર વિમાનો ગોઠવી દીધા છે.

 


ભારતના જવાનો અને ગુપ્તચર એજન્સીઓ અન્ય એરબેઝ પર નજર રાખી રહ્યા છે અને દરરોજ પરિસ્થિતિ નો રિપોર્ટ ગૃહ મંત્રાલયને મોકલી રહ્યા છે. ચીન દ્વારા ફરીથી ભારતની ઉશ્કેરણી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને કારણ વગર ટેન્શન ઊભું કરવામાં આવી રહ્યું છે ત્યારે ભારતીય જવાનો પણ સાબદા થઈ ગયા છે અને મોટી સંખ્યામાં તેઓ ગોઠવાઈ ગયા છે.

 


ચીની સેનાની હરકતો પર નજર રાખવા માટે ઉપગ્રહ નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને અન્ય સામગ્રીને પણ કામે લગાડી દેવામાં આવી છે અને જરૂર પડ્યે વધુ ભારતીય જવાનોને પૂર્વ લદ્દાખમાં ગોઠવી દેવા માટે ભારત તૈયારી કરે છે અને ચીનની કોઈ પણ નાપાક હરકતનો જવાબ આપવાની ભારત પૂરી તૈયારી સાથે ગોઠવાયેલું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021