અમદાવાદની રેસ્ટોરન્ટમાં પીરસાય છે મોટેરા થાળી, જેમાં ખાવા મળશે પંડ્યા પાત્રા, હરભજન હાંડવો, ધોની ખિચડી અને ઘણું બધું...

  • March 12, 2021 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ ટીમ ઈંડિયા અને ઈંગ્લેન્ડ અમદાવાદમાં છે. અહીં આજેથી બંને ટીમો વચ્ચે ટી20 સીરીઝ રમાનાર છે. ત્યારે અમદાવાદના લોકો ક્રિકેટના રંગે રંગાયા છે. જો કે આ ક્રિકેટ ફીવરથી શહેરની નામાંકીત હોટેલ પણ પાછળ રહી શકી નથી. અહીંની કોર્ટયાર્ડ બાય મેરીટ હોટેલમાં ખાસ થાળી તૈયાર કરવામાં આવી છે. 

 

 

ક્રિકેટ ચાહકોને રસ પડે તેવી થાળી અહીં તૈયાર કરવામાં આવી છે. જો કે આ થાળી એવી છે કે જેને કોઈ એક વ્યક્તિ ખાઈ શકે નહીં તેથી હોટેલ તરફથી એક થાળીમાં 4 લોકો જમી શકે તેવી છૂટ આપી છે. પરંતુ આ થાળી એવી છે કે જેને 4 લોકો પણ કદાચ જ પુરી કરી શકે.

 

 

આ થાળીનું નામ પણ રેસ્ટોરન્ટ દ્વારા મોટેરા થાળી રાખવામાં આવ્યું છે. આ થાળી ખાવા પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલ પણ પહોંચ્યા હતા. આ થાળીની અન્ય એક ખાસિયત એ છે કે તેમાં પીરવામાં આવેલી દરેક ડીશનું નામ ક્રિકેટરોના નામ પરથી રાખવામાં આવ્યું છે. 

 

ક્રિકેટ થાળીનું મેનૂ
 

કોહલી ખમણ
પંડ્યા પાત્રા
ધોની ખિચડી
ભુવનેશ્વર ભર્થા
રોહિત આલૂ રશિલા
શાર્દુલ શ્રીખંડ
બાઉંસર બાસુંદી
હૈટ્રિક ગુજરાતી દાળ
બુમરા ભિંડી
હરભજન હાંડવો

 

 

આ વાનગીઓ સિવાય અન્ય સ્વાદિષ્ટ ગુજરાતી વ્યંજન પણ આ થાળીમાં પીરસવામાં આવે છે. આ થાળીમાં ભોજન ઉપરાંત સ્નેક્સ, એપેટાઈઝર અને ડેઝર્ટ પણ પીરવામાં આવે છે. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS