પાણીની બોટલમાં MRP કરતાં વધુ ભાવ લેતી અમદાવાદની હોટલ હયાત, મેરિયટ સહિતની આ 11 મોટી હોટલોને દંડ

  • June 14, 2021 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તોલમાપ ખાતાની લાલીયાવાડી, અરજદારને જવાબ ન આપ્યો અને અપીલમાં ગયા પછી વિભાગે 2021માં જવાબ આપ્યોહોટલોમાં ગ્રાહકો સાથે થતી લૂંટ સંદર્ભે તોલમાપ વિભાગની લાલીયાવાડી બહાર આવી છે. આરટીઆઇમાં જવાબ માગનારા અરજદારને જવાબ નહીં આપતાં અરજદાર અપીલમાં ગયા અને કાર્યવાહીના છ વર્ષ પછી અરજદારને જવાબ આપવામાં આવ્યો છે.

 


અમદાવાદની મોટી હોટલોમાં પાણીની મિનરલ વોટરની એમઆરપી કરતાં વધારે દામ લેવામાં આવતા હોવાની વિગતો અમદાવાદના આરટીઆઇ એક્ટિવિસ્ટ રોહિત પટેલે માગી હતી પરંતુ અમદાવાદ તોલમાપ વિભાગે આરટીઆઇનો જવાબ આપ્યો ન હોવાથી તેઓ અપીલમાં ગયા હતા. અપીલના આદેશ પછી તોલમાપ વિભાગે અમદાવાદની 11 મોટી હોટલમાં ફટકારવામાં આવેલા દંડની વિગતો આપી છે. જો કે આ દંડ ચાર પાંચ વર્ષ પહેલાં વસૂલ કરવામાં આવ્યો હતો.

 


અમદાવાદની હોટલોમાં કરવામાં આવેલા દંડની વિગતો રોહિત પટેલે છ વર્ષ પહેલાં માગી હતી પરંતુ અત્યારે તેનો જવાબ આપવામાં આવ્યો છે. આ જવાબ પ્રમાણે અમદાવાદની કસૂરવાર હોટલો તેના ગ્રાહકો પાસેથી એમઆરપી કરતાં વધુ ઉંચા દર વસૂલ કરતી હતી. વિવિધ સમયગાળામાં થયેલી ફરિયાદ પછી અમદાવાદ તોલમાપ વિભાગે આ હોટલોમાં દરોડા પાડ્યા હતા.

 


તોલમાપ વિભાગે 2015 થી 2018ના વર્ષો દરમ્યાન હોટલો પાસેથી દંડની રકમ વસૂલ કરી છે પરંતુ આશ્ચર્ય એ બાબતનું છે કે આ દંડની વિગતો તોલમાપ વિભાગે અરજદારની અપીલ પછી છ વર્ષે આપી છે. આરટીઆઇ એક્ટિવિસ્ટ રોહિત પટેલ કહે છે કે મેં તોલમાપ વિભાગમાં આરટીઆઇ કરીને હોટલોના દંડની વિગતો માગી હતી પરંતુ વિભાગે મને જવાબ નહીં આપતાં મેં ગાંધીનગરમાં અપીલ કરી હતી. આ અપીલ પછી મને જૂના વસૂલ કરેલા દંડની વિગતો છે ક 10મી મે 2021માં આપવામાં આવી છે.

 

અમદાવાદની કઇ હોટલને કેટલો દંડ...
હોટલ હયાત       24000
મેરિયટ હોટલ      12000
નોવોટેલ હોટલ     12000
રેડીશન બ્લ્યુ હોટેલ   12000
રમાડા હોટલ           8000
ક્રાઉન પ્લાઝા           4000
ગણેશ મેરેડિયન         4000
એશિયા કિચન હોટલ    4000


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS