હવે એર ઇન્ડિયાના કર્મચારીઓ નહી બની શકે કંપનીના માલિક, ક્લિક કરીને વાંચો કોણ સંભાળશે 'મહારાજા'નો તાજ

  • March 09, 2021 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકાર છેલ્લા કેટલાક સમયથી એર ઈન્ડિયામાં વિનિવેશ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમાં ઘણા મોટા નામો પણ સામે આવ્યા છે. પરંતુ હજી સુધી તેના ખરીદનારને નક્કી થઇ શકયું નથી. કંપનીના 200 કર્મચારીઓનું જૂથ એર ઇન્ડિયામાં બોલી લગાવવા આગળ વધ્યું હતું, પરંતુ અહીં નિરાશા જ હાથમાં લાગી છે. હવે એર ઈન્ડિયાને બચાવવાની તમામ આશા ટાટા ગ્રુપ, સ્પાઇસ જેટના પ્રમોટર અજય સિંહ અને કેટલાક અન્ય લોકો પર છે.

એર ઇન્ડિયાના ડિરેક્ટર મીનાક્ષી મલિકના નેતૃત્વ હેઠળ એર ઇન્ડિયાના કર્મચારીઓનું એક પણ જૂથ બિડર્સની સૂચિમાં સ્થાન મેળવી શક્યું નથી. જેના કારણે હવે આ જૂથ એર ઈન્ડિયાને ખરીદવાની સૂચિમાંથી બહાર થયું છે.

એર ઈન્ડિયાના ડિરેક્ટર મીનાક્ષી મલિકે પત્ર લખીને કર્મચારીઓને માહિતગાર કર્યા છે કે અમે વિનીવેશના અલગ તબક્કાને ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગયા છે. હવે કંપનીના કર્મચારીઓનું આ જૂથ એર ઇન્ડિયા ખરીદવા માટે બોલી લગાવી શકશે નહીં. આ પછી, હવે નજર ટાટા જૂથ પર છે કારણ કે હાલમાં ટાટા આર્થિક સ્વરૂપનો સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે.

કંપનીના કોમર્શિયલ ડિરેક્ટરની આગેવાની હેઠળ એર ઇન્ડિયાના 209 કર્મચારીઓના જૂથે કંપનીમાં 51 ટકા હિસ્સો ખરીદવાની બિડમાં ભાગ લીધો હતો. આ તમામ કર્મચારીઓએ તેમના ખિસ્સામાંથી 1-1 લાખ રૂપિયા મૂકીને કંપની ખરીદવા માટે પૈસા એકત્ર કરવાની યોજના બનાવી હતી. પરંતુ હવે બીજા તબક્કામાં ક્વોલિફાય ન થઈ શકવાના કારણે તેઓને હટાવવા પડ્યા હતા. જો કે, પાઇલટ્સ અને કેબિન ક્રૂનું પ્રતિનિધિત્વ કરતી યુનિયનોએ તેમના સભ્યોને કર્મચારીની બોલીમાં ભાગ ન લેવાની સલાહ આપી હતી. પરંતુ તે પછી પણ, મીનાક્ષી મલિકની આગેવાની હેઠળ, આ કર્મચારીઓ બોલી લગાવવાની પ્રક્રિયામાં ભાગ લીધો અને નિષ્ફળ ગયા. 

ટાટા જૂથ, અદાણી ગ્રૂપ અને હિન્દુજા સહિત, એર ઇન્ડિયામાં વિનિવેશ માટે બોલી લગાવવા ઉત્સુક છે. જો કે, સત્તાવાર રીતે તેમાંથી કોઈએ આવું કહ્યું નથી. આ સાથે જ સ્પાઇસજેટના પ્રમોટર અજય સિંહનું નામ પણ સામે આવ્યું છે. પણ હવે જોવાનું એ છે કે 'મહારાજા'નો તાજ સંભાળવાની જવાબદારી કોને મળે છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS