આજી ડેમે જીવદયા પ્રવૃત્તિ લોકડાઉન: માછીમારી અનલોક

  • June 05, 2021 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના પનોતાપુત્ર અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પ્રયાસોથી આજી–૧ ડેમ હવે સૌની યોજના હેઠળ ઠાલવેલા નર્મદાનીરથી બારેય મહિના ભરેલો રહે છે જેના લીધે આજી ડેમ સંકૂલમાં દાયકાઓથી ચાલતી જીવદયા પ્રવૃત્તિને પણ વેગ મળ્યો છે. દરરોજ સવારે આજી ડેમે માછલીને લોટ, કબૂતરને ચણ, કુતરાને રોટલા અને કિડીયારૂ પૂરવા જતા સેવાભાવીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે પરંતુ મહાપાલિકાના તત્રં દ્રારા તાજેતરમાં લેવાયેલા તઘલઘી નિર્ણયના કારણે જીવદયાપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. અગાઉ સવારે ૬થી સાંજે ૬ સુધી જીવદયા પ્રવૃત્તિ કરવા દેવામાં આવતી હતી યારે તાજેતરમાં તેનો સમય સવારે ૬થી ૯નો ફિકસ કરી દેવામાં આવતા અનેક સેવાભાવીઓના વર્ષેા જૂના વ્રત તૂટી ગયા છે.

 

 

વિશેષમાં જીવદયાપ્રેમીઓ અને સેવાભાવીઓએ આજકાલ સમક્ષ વ્યથા વ્યકત કરતા જણાવ્યું હતું કે, સરકારના નિયમ મુજબ કોરોના ગાઈડલાઈન અન્વયે ગાર્ડન બધં હોય તે સમજી શકાય અને ગાર્ડન ખોલવા માટે કયારેય કોઈ રજૂઆત પણ કરતું નથી પરંતુ ડેમના પાળા ઉપરથી માછલીને લોટ નાખવાનું પણ બધં કરાવી દેવાયું છે જેથી અનેક લોકોના વ્રત નિયમો તૂટી ગયા છે. માછલીને લોટ નાખવા માટે ડેમના પાળા પરના દરવાજા ખુલ્લા રાખવાના હોય તેના બદલે હવે આ દરવાજા ફકત ૬થી ૯ દરમિયાન જ ખોલવામાં આવે છે જેથી અનેક લોકોને ડેમના ધકકા થાય છે. જીવદયા પ્રવૃત્તિ એ કોઈ અસામાજિક પ્રવૃત્તિ નથી આથી તેને રોકવી જોઈએ નહીં. આજી ડેમ, ન્યારી ડેમ અને લાલપરી તળાવમાં વર્ષેાથી માછીમારીની પ્રવૃત્તિ ચાલે છે તેને રોકવામાં તત્રં નિષ્ફળ રહ્યું છે પરંતુ જીવદયા પ્રેમીઓને રોકવામાં સંપૂર્ણપણે સફળ રહ્યું છે.

 


જીવદયાપ્રેમીઓની લાગણી સાથે તો તંત્રએ ખીલવાડ શરૂ કર્યેા જ છે તેની સાથે સાથે ત્યાં આગળ લોટ, ચણ, બિસ્કિટ વિગેરે વેચતા ફેરિયાઓ વર્ષેાથી બેસતા હતા તેમને પણ ભગાડી દેવામાં આવ્યા છે. પેટીયું રળતા ગરીબોના પેટ પર લાત મારવાની પ્રવૃત્તિ કરવામાં આવી છે. માછલીને લોટ, કબૂતરને ચણ, કુતરાને રોટલા અને કિડીને કિડીયારૂ પૂરવાથી કોઈને નુકસાન થતું નથી છતા આ પ્રવૃત્તિ મહાપાલિકાના આદેશથી વારંવાર બધં કરાવવામાં આવતી હોય કચવાટની લાગણી ફેલાઈ ગઈ છે. ખાસ કરીને કોઈ લાગવગીયા, કાર્યકરો, આગેવાનો કે મહાનુભાવો જાય તો આજી ડેમના પાળાની જાળી પર લાગેલું તાળું ખૂલી જાય છે અને સામાન્ય નાગરિકો આજીજી કરે તો પણ તાળું ખોલવામાં આવતું નથી. તત્રં તાકિદે આ અંગે યોગ્ય કરે તેવી પ્રબળ લોકમાગણી ઉઠવા પામી છે. જો જીવદયા પ્રવૃત્તિ ફરી અનલોક નહીં કરાય તો મામલો મુખ્યમંત્રી સુધી પહોંચશે તે નકકી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS