હળવદમાં લોકડાઉનની ચૂસ્ત અમલવારી માટે જાહેરનામું

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેમાં સોશ્યલ ડીસ્ટન્સીંગથી સંક્રમણ અટકાવી સકાય છે જેથી લોકો બિન જરૂરી બહાર ના નીકળે અને લોકડાઉનની ચુસ્તપણે અમલવારી કરવાના હેતુથી હળવદમાં જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે
ઇન્સીડન્ટ કમાન્ડર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ હળવદ ગંગાસિંગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જેમાં હળવદ તાલુકા વિસ્તારમાં કોરોના વાઇરસ સંક્રમણ ના ફેલાય તે માટે કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહિ અને અવરજવર કરવી નહિ કે ઈમરજન્સી કામ સિવાય તાલુકાની સીમા ઓળંગવી નહિ લોકડાઉનની ચુસ્ત અમલવારી કરવાની રહેશે અને ટોળા એકત્રિત કરવા કે ચાર વ્યક્તિથી વધારે ભેગું થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે ઈમરજન્સી સિવાય વાહન સાથે બહાર નીકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે અને વાહનો ડીટેઈન કરવામાં આવશે તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.


જો કોઈ કર્મચારી તેને સોપવામાં આવેલ ફરજમાં બેદરકારી કે નિષ્કાળજી દાખવશે તેની વિરુદ્ધ ખાતા રાહે પગલા લેવાશે જેની તમામ કર્મચારીઓએ નોંધ લેવી જે સ્વયંસેવકોને સેવાવિષયક મંજુરી કે પાસ આપવામાં આવે છે તેને કોઈ જગ્યાએ ટોળું કરવું નહિ અને આપવામાં આવેલ પાસનો દુરુપયોગ કરવો નહિ અન્યથા તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS