સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ દ્વારા ગયા ડિસેમ્બર માસમાં લેવામાં આવેલી બીએસસી સેમેસ્ટર પાંચની પરીક્ષાનું પરિણામ હજુ સુધી જાહેર ન કરાતા ગાંધીનગર ખાતે આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર એજ્યુકેશન (આઇઆઇટીઈ)દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. આઇઆઇટીઈ દ્વારા તાજેતરમાં આ અંગે એક પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓએ તેમની અંતિમ વર્ષની પરીક્ષાના પરિણામ રજૂ કયર્િ નથી અને જે યુનિવર્સિટીએ આવા પરિણામો અપલોડ નથી કયર્િ તેવા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બીએસસી સેમેસ્ટર પાંચની પરીક્ષા 30 ડિસેમ્બર 2020 ના લીધી હતી તેનું રિઝલ્ટ હજુ જાહેર કરાયું નથી. આ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉપકુલપતિ અને પરીક્ષા નિયામક સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારે 21 જાન્યુઆરી સુધીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે તેની ખાતરી આપવામાં આવી હતી પરંતુ આજ સુધી પરિણામ જાહેર કરાયું નથી. વિદ્યાર્થીઓ અને તેની કારકિર્દીનું જે થવાનું હોય તે થાય, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાળાઓ છેલ્લા બે મહિનાથી માત્ર નેક એક્રેડીટેશન કમિટીની આગતા સ્વાગતા જોરદાર રીતે કેમ કરવી? નેકના નામે કરોડો રૂપિયાના ખચર્ઓિ કરી મલાઈ કેમ તારવવી ? અને એ પ્લસ ગ્રેડ કેમ મેળવવો તેની દોડધામમાં પડી ગયા છે, આ સિવાય કશું જ દેખાતું નથી.
આમાં મારો શું વાંક ? મમતા શાહ
સુરેન્દ્રનગર ખાતે આવેલી મૈત્રી કોલેજમાં અભ્યાસ કરતી મમતા આર.શાહ નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું છે કે મારા સહિત અનેક વિદ્યાર્થીઓના એડમિશન આઈ.આઈ.ટી.ઈ દ્વારા રદ કરવામાં આવ્યા છે. અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા આપી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિણામ જાહેર કરવામાં વિલંબ કરે અથવા તો પરિણામ અપલોડ ન કરે તેમાં વિદ્યાર્થી તરીકે અમારો શું વાંક ? આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજૂઆત કરતાં અમે કશું ન કરી શકીએ એવો જવાબ આપે છે તો બીજી બાજુ આઈ આઈ ટીના કુલપતિ પરિણામ ન મળે ત્યાં સુધી અમે પ્રવેશ ન આપી શકીએ એવા જવાબ આપે છે. મમતા શાહે જણાવ્યું છે કે મેં પરીક્ષા આપી હતી અને તેમાં હું પાસ થઈ ગઈ હોવાની જાણકારી મને મૌખિક રીતે આપવામાં આવી છે પરંતુ આમ છતાં મારું એડમિશન ગાંધીનગર યુનિવર્સિટીએ રદ કર્યું છે.કોરોના અને લોકડાઉનના બહાના આપવામાં આવે છે પરંતુ આમાં વિદ્યાર્થી તરીકે અમારો શું વાંક.?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationવિજયા એકાદશીનું છે અનેરું મહત્વ, જાણો તેની વ્રત વિધિ અને શુભ મુર્હત
March 04, 2021 02:10 PMડિલિવરી પછી પહેલી વાર પાર્ટી કરતી જોવા મળી કરીના કપૂર
March 04, 2021 01:38 PMરાહુલ ગાંધીના પુશઅપ્સની દીવાની થઇ સ્વરા ભાસ્કર,વિડીયો શેર કરી સ્વરાએ કહી આ વાત
March 04, 2021 01:35 PMરાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, જીરું, ધાણાની મબલખ આવક
March 04, 2021 01:28 PMએક સમયે આર્થિક તંગીને કારણે દેવામાં ડૂબી હતી બીગ બોસની આ વિનર
March 04, 2021 01:27 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech