રાજ્યમાં સાંજ સુધીમાં નગરપાલિકામાં 43.56 ટકા, તાલુકા પંચાયતમાં 50.58 ટકા, જિલ્લા પંચાયતમાં 48.21 ટકા થયું મતદાન, 2જીએ પરીણામ

  • February 28, 2021 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયની નગરપાલિકાઓની તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણીનું મતદાન સવારે સાત કલાકથી શરુ થયું હતું.  રાજ્યમાં 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું છે અને આ ચૂંટણીનું પરિણામ 2 માર્ચના રોજ જાહેર થશે. આજે સાંજ સુધીમાં રાજ્યમાં 4 કલાક સુધીમાં સરેરાશ મતદાન નગરપાલિકામાં 43.56 ટકા, તાલુકા પંચાયતમાં 50.58 ટકા, જિલ્લા પંચાયતમાં 48.21 ટકા મતદાન થયું છે. 

 


ગત સપ્તાહે મહાનગરોના પરિણામમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે જ્યારે આમ આદમી પાર્ટી અને એ આઈ એમ આઈ એમ પાર્ટીનો ગુજરાતની ધરતી પર ઉદય થયો છે. આ બંને પાર્ટીમાં આપ દ્વારા તાલુકા નગરપાલિકામાં લગભગ 2000 ઉમેદવારોને ઉભા રાખવામાં આવ્યા છે. જ્યારે આદિવાસી પટ્ટીમાં બીટીપી અને એ આઈ એમ આઈ એમ ના ગઠબંધનથી ઉમેદવારો જિલ્લા તાલુકા પંચાયતમાં ઉભા રહ્યા છે. મહાનગરો કરતા ગ્રામીણ તથા શહેરી વિસ્તારમાં આ વખતની ચૂંટણી ભારે રસપ્રદ બની રહેશે તે વાત નિશ્ચિત છે.


 
આજે 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકાની 4774 બેઠકો, 81 પાલિકાની 2720 બેઠકોની સામાન્ય તથા ત્રણ તાલુકા 13 પાલિકાની 17 બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. જેમાંથી 25 જિલ્લા 117 તાલુકા 95 બેઠકો બિનહરિફ થઈ છે. 2015માં યોજાયેલી ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતો માંથી ભાજપ 23 થી વધુ જિલ્લા પંચાયતો હારી ચૂકી છે. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું.

 

ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો આજે અંતિમ તબક્કો છે જેના પરિણામો 2જી માર્ચના રોજ જાહેર થશે રાજ્યની 8200 થી વધુ બેઠકો પર 22200 કરતાં વધુ ઉમેદવારો નું ભાવિ આજે સાંજે મતપેટીમાં સીલ થશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS