રાજકોટ : હેમુ ગઢવી હોલના કાર્યક્રમો બંધ કરવા આદેશ : 14 બુકીંગ રદ 

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વર્તમાન કોરોના વાઇરસની પરિસ્થિતિમાં અગમચેતીના પગલાં રૂપે જ્યાં વધુ લોકો એકત્ર થતા હોય છે ત્યાં કાર્યકમો બંધ કરવા નિર્દેશો આપવામાં આવી રહ્યા છે. આવા જ એક નિર્દેશમાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે હેમુ ગઢવી હોલના કાર્યક્રમોં 15 દિવસ સુધી બંધ રાખવા આદેશ આપ્યો છે અને આજથી જ તેનો અમલ શરુ થઇ ગયો છે.  

 

હેમુ ગઢવી હોલનું સંચાલન સરગમ ક્લબ કરે છે. આ અંગે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારના નિર્દેશો અનુસાર હેમુ ગઢવી હોલના બંને થિયેટર તા. 29મી સુધી બંધ કરવામાં આવ્યા છે. આ દરમિયાન કોઈ કાર્યક્રમ નહીં  યોજાય.

 

આજથી જ આ નિર્દેશનો અમલ શરુ કરવામાં આવ્યો છે. તા. 29મી માર્ચ સુધીમાં કુલ 14 કાર્યકમોનાં બુકીંગ હતા પણ આ તમામ બુકીંગ રદ કરવામાં આવ્યા છે અને સંબંધીત આયોજકોને આ અંગે જાણ પણ કરી દેવામાં આવી છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS