જિલ્લામાં કોરોના સામે લડવા માટે સ્વભંડોળમાંથી રૂ.55 લાખની ફાળવણી

  • April 17, 2021 02:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે મળેલી રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લામાં કોરોનાની કામગીરી અંગે ચર્ચા થઇ હતી અને હજુ વધુ અસરકારક કામગીરી થાય તે માટે વધુ પ્રયાસો કરવા માટે નિર્દેશો આપવામાંઆવ્યા હતા. પ્રમુખ ભુપતભાઈ બોદરના અધ્યક્ષસ્થાને મળેલી આ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની નિમણુક પણ કરવામાં આવી હતી.

 


જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયાએ સ્વભંડોળ માંથી રૂ.10 અને દરેક સભ્યોએ રૂ.1 લાખની સ્વંભંડોળની ગ્રાન્ટ કોરોનાની કામગીરી માટે ફાળવી હતી. આ સભામાં વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં કારોબારી ચેરમેન તરીકે સહદેવસિંહ જાડેજા, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે જ્યોત્સનાબેન પાનસૂરિયા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઇ દાફડા, શિક્ષણ સમિતિના ચેરમેન ગિતાબેન ટીલાળા, અપીલ સમિતિ ચેરમેન ભુપત બોદર, જાહેર બાંધકામ સમિતિ ચેરમેન પ્રવીણ કિયાડા, મહિલા બાળ વિકાસ સમિતિ ચેરમેન સુમિતાબેન ચાવડા, ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ ચેરમેન જ્યંતીભાઈ બરોચિયાની નિમણુક કરવામાં આવી હતી.

 


કારોબારી સમિતિ
સહદેવસિંહ રેવતુભા જાડેજા-ચેરમેન, ભાવનાબેન સુભાષભાઈ બાંભરોલિયા-સભ્ય, દક્ષાબેન પરેશભાઈ રાદડિયા-સભ્ય, સવિતાબેન ભરતભાઈ ગોહેલ-સભ્ય, ભૂપતભાઈ કડવાભાઈ સોલંકી-સભ્ય, કંચનબેન મુકેશભાઈ બગડા-સભ્ય, ભાનુબેન ભીખાભાઈ બાબરિયા-સભ્ય, પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી-સભ્ય, સુમાબેન નાથાલાલ લુણાગરિયા-સભ્ય.

 


સામાજિક ન્યાય સમિતિ
મોહનભાઈ ભાણાભાઈ દાફડા-ચેરમેન, અમૃતભાઈ ભલાભાઈ મકવાણા-સભ્ય, કંચનબેન મુકેશભાઈ બગડા-સભ્ય, ભાનુબેન ભીખાભાઈ બાબરિયા-સભ્ય.

 


શિક્ષણ સમિતિ
ગીતાબેન ધર્મેશભાઈ ટીલાળા-ચેરમેન, નિર્મળાબેન ધનજીભાઈ ભૂવા-સભ્ય, દક્ષાબેન પરેશભાઈ રાદડિયા-સભ્ય, અશ્ર્વિનાબેન જનકભાઈ ડોબરિયા-સભ્ય, રાજેશભાઈ લખુભાઈ ડાંગર બક્ષીપંચ-સભ્ય, મોહનભાઈ ભાણાભાઈ દાફડા અનુ.જાતિ-સભ્ય, સુમાબેન નાથાભાઈ લુણાગરિયા અનુ.જનજાતિ-સભ્ય, મનોજભાઈ પેઢડિયા-કોપ સભ્ય, ખોડાભાઈ ખસીયા-કોપ સભ્ય.

 


જાહેર આરોગ્ય સમિતિ
જ્યોત્સનાબેન જેન્તીભાઈ પાનસુરિયા-ચેરમેન, લીલાબેન બટુકભાઈ ઠુંમર-સભ્ય, શૈલેષભાઈ ચીમનભાઈ ડોબરિયા-સભ્ય, સુમિતાબેન રાજેશભાઈ ચાવડા-સભ્ય, નિર્મળાબેન ધનજીભાઈ ભૂવા-સભ્ય

 


અપીલ સમિતિ
ભૂપતભાઈ બોદર-ચેરમેન, સવિતાબેન નાથાભાઈ વાસાણી-સભ્ય, સહદેવસિંહ રેવતુભા જાડેજા-સભ્ય, વિરલભાઈ પ્રફુલ્લભાઈ પ્નારા-સભ્ય, અલ્પાબેન મુકેશભાઈ તોગડિયા-સભ્ય.

 


જાહેર બાંધકામ સમિતિ
પ્રવીણભાઈ ગોગનભાઈ કયાડા-ચેરમેન, વિરલભાઈ પ્રફુલ્લભાઈ પ્નારા-સભ્ય, લીલાબેન બટુકભાઈ ઠુંમર-સભ્ય, રાજેશભાઈ લખુભાઈ ડાંગર-સભ્ય, શૈલેષભાઈ ચીમનભાઈ ડોબરિયા-સભ્ય.

 


મહિલા અને બાળવિકાસ સમિતિ
સુમિતાબેન રાજેશભાઈ ચાવડા-ચેરમેન, પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી-સભ્ય, ગીતાબેન ધર્મેશભાઈ ટીલાળા-સભ્ય, અશ્ર્વિનાબેન જનકભાઈ ડોબરિયા-સભ્ય, અલ્પાબેન મુકેશભાઈ તોગડિયા-સભ્ય.

 


ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ
જેન્તીભાઈ મોહનભાઈ બરોચીયા-ચેરમેન, ભૂપતભાઈ કડવાભાઈ સોલંકી-સભ્ય, સવિતાબેન ભરતભાઈ ગોહેલ-સભ્ય, ભાવનાબેન સુભાષભાઈ બાંભરોલીયા-સભ્ય, અમૃતભાઈ ભલાભાઈ મકવાણા-સભ્ય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS