સોમવારે પણ કોરોનાના નવા 15 કેસ નોંધાયા, 56 હોસ્પિટલમાં સારવાર હેઠળ

  • March 09, 2021 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના સંક્રમણમાં સતત વધારો: શહેરમાં નવો રાઉન્ડ શ થયો હોય તેવી સ્થિતી

 


કોરોનાનો નવો તબક્કો શરુ થઈ ગયો હોય તેમ આંકડાઓના આધારે જણાઈ રહ્યુ છે. ત્રણે’ક દિવસથી ભાવનગર શહેરમાં નવા કેસોની સંખ્યા ડબલ ફીગર થઈ ગઈ છે અને સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પણ સતત વધીને 50ને વટાવી ચૂકી છે. આ જ ક્રમ રહ્યો તો આવતા અઠવાડીયામાં દર્દીઓની સંખ્યા 100ની નજીક પહોંચી જશે. ભાવનગર જિલ્લામા સોમવારે 15 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,255 થવા પામી છે.

 


ગઈકાલે ભાવનગર શહેરી વિસ્તારમાં 12 પુરૂષ અને 2 સ્ત્રી મળી કુલ 14 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે જ્યારે તાલુકાઓમા ગારીયાધાર ખાતે 1 કેસ મળી કુલ 1 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. જ્યારે મહાનગરપાલિકા વિસ્તારમા 5 કેસ અને તાલુકાઓમાં 1 કેસ મળી કુલ 6 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.  હાલ 56 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS