અમિત શાહ અને યોગી આદિત્યનાથને મળી જાનથી મારી નાખવાની ધમકી !

  • April 07, 2021 09:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બન્નેે વીવીઆઈપી મહાનુભાવોની સુરક્ષામાં વધારો કરવામાં આવશે



સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જાનથી મારી નાખવાની ધમકી આપતો એક ઈમેઇલ મળ્યો છે. ગૃહમંત્રી દેશના વિવિધ રાજ્યોમાં યોજાઈ રહેલી ચૂંટણી માટે સતત ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે અને દરરોજ અલગ-અલગ જગ્યાએ ટ્રાવેલ કરી રહ્યા છે.
મીડિયા અહેવાલો અનુસાર, આ ઈ મેઈલ સીઆરપીએફની મુંબઈના મુખ્ય કાયર્લિયને થોડા દિવસો પહેલા મોકલવામાં આવ્યો હતો.

 

હવે તેના વિશે માહિતી સામે આવી છે. આ મહાનુભાવો ને જાનથી મારી નાખવાની ધમકીની સાથે ઈમેઈલમાં ધાર્મિક સ્થળો અને ભારતના મહત્વપૂર્ણ પૌરાણિક સ્થળોએ હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે.બંનેની સુરક્ષા વધારવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS