દર્દીઓને પડતી હાલાકીને મામલે અમિત શાહ નારાજ: અધિકારીઓને આડેહાથ લીધા

  • April 24, 2021 07:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વધારે વિકટ થતી જઇ રહી છે. ખાસ કરીને મહાનગરોમાં સ્થિતિ વધુ વિસ્ફોટક જોવા મળી રહી છે. સરકાર તમામ તબક્કે નિષ્ફળ સાબિત થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. હાલ મહત્વનું છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રીઅમિત શાહ ગુજરાતની મુલાકાતે આવેલા છે. તેમણે ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સાથે હાઇલેવલ બેઠક બોલાવી હતી. આ બેઠકમા દર્દીઓને પડતી હાલાકીથી અમિત શાહ ખુબ નારાજગી વ્યકત કરી છે.આ બેઠકમાં તેમણે ઉચ્ચ અધિકારીઓની ઝાટકણી કાઢી હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.

 

 


 આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓની ઝાટકણી કાઢી હતી.એક કલાકથી પણ વધારે લાંબી ચાલેલી બેઠકમાં તેમણે અધિકારીઓની ઝાટકણી કાઢતા કહ્યું કે, લોકો લાઇનોમાં ઉભા છે. તેમના સુધી સુવિધા કયા કારણથી નથી પહોંચી રહી. દાખલ થવા માટે લોકો દિવસો સુધી ઉભા રહે છે. કયા કારણથી કોરોના હોસ્પિટલની બહાર લાંબી લાંબી લાઇનો શા માટે લાગી રહી છે.વ્યવસ્થા કેમ પુરી પાડવામાં નથી આવી રહી. તે મુદ્દે અધિકારીઓને આડે હાથ લીધા હતા.

 

 


દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા વેઈટીંગ સમય ઘટાડવા માટે પણ તેમણે તાકીદ કરી હતી. અધિકારીઓને જનપ્રતિનિધિ સાથે પણ સંવાદ કરવા માટે સુચના આપી હતી. ગુજરાતમાં દર્દીઓને પડતી હાલાકીથી અમિત શાહ ખુબ જ નારાજ થયા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. આ ઉપરાંત ધન્વંતરિ રથ દ્વારા ક્યાં અને કેવી કામગીરી કરવામાં આવે છે તે અંગેનો અહેવાલ પણ તેમણે માંગ્યો હતો.

 

 


દર્દીઓ ને હાલાકી ઓછી થાય તે દિશામાં વ્યવસ્થા ઉભી કરવા સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે ગુજરાત મોડેલ થકી રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદી અને અમિત શાહે ખ્યાતી અને નામના પ્રાપ્ત કરી તે ગુજરાત મોડેલ હાલ કોરોના કાળમાં ધ્વસ્ત થઇ ચુક્યું છે. લોકો ટેસ્ટિંગથી માંડીને સ્મશાન સુધી લાઇનોમાં ઉભા રહેવા માટે મજબુર બન્યા છે. આ ઉપરાંત અધિકારીઓ સરકારનાં કાબુમાં નહી હોવાની વાતો પણ અવાર નવાર આવતી રહે છે. તેવામાં અમિત શાહે ઉચ્ચ અધિકારીઓની ઝાટકણી કાઢી હોવાનું સુત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે.

 

 


કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગર હેલીપેડ ખાતે 1200 બેડની કોવીડ હોસ્પિટલ બનશે
ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ટૂંક સમયમાં ટાટા ટ્રસ્ટના સહયોગથી 1200 બેડની હોસ્પિટલ શરુ કરાશે. જેમાં 600 આઈસીયુ બેડ ઉપ્લબ્ધ હશે.  જેની જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે કરી છે આજે અમિત શાહ ગાંધીનગર સ્થિત કોલવડા ખાતે ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન કરશે. ગુજરાતમાં સ્વંયસેવી સંગઠનોની સહાયથી ઠેર-ઠેર આઈસોલેશન સેન્ટર શરુ કરાશે. જેથી ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાહત મળે. શહેરમાં કણર્વિતી ક્લબ, એડીસી બેંક, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક, ઉમિયા પરિવાર ટ્ર્સ્ટ જેવી સ્વૈચ્છીક સંસ્થાઓએ આઈસોલેશન સેન્ટર માટે તૈયારી બતાવી છે. આ આઈસોલેશન સેન્ટરમાં પ્રાથમિક આરોગ્ય સુવિધા, દવાઓ અને આહાર વગેરેની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે.

 બે દિવસમાં ફ્રી મેડિકલ હેલ્પ લાઇન શરૂ કરાશે
 ગુજરાતની જનતાને ફ્રી મેડિકલ માર્ગદર્શન માટે હેલ્પલાઈન શરુ કરાશે. જેમાં 50 થી વધુ સિનિયર તબીબો ટેલિફોનીક ગાઈડન્સ આપશે. જેની બે દિવસમાં શરુઆત થશે. જેમાં પ્રાથમિક લક્ષણો ધરાવતા કોવીડના દર્દીઓ સંપૂર્ણ માર્ગદર્શન તબીબો પાસેથી મેળવી શકશે. આગામી બે દિવસમાં રાજ્યમાં મેડિકલ ક્ધસલન્ટસી શરુ કરાશે. જેનો લાભ લોકોને મળશે.

 

 


રસીકરણ,ઓક્સિજનન રેમડિસીવર ઈન્જેકશનનુ ઓડિટ કરવાનો નિર્ણય
રાજ્યમાં રસીકરણ ઓક્સિજન, રેમડિસીવર ઈન્જેકશનની અછત સર્જાઇ રહીછે. આ અછત ની પરિસ્થિતિ નિવારવા માટે થઈને રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે જેમાં રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ ઝુંબેશ વેગવાન બનાવવા નક્કર આયોજન તેમજ રસીનો બગાડ અટકાવવા નક્કર આયોજન હાથ ધરાશે.  રસીકરણ ઝુંબેશના રસીનો બગાડ થતો અટકાવવા ઓડિટ હાથ ધરાશે રેમડેસિવીર ઈન્જેક્શન અને ઓક્સિજનનો વ્યય અટકાવવા માટે વ્યૂહરચના ઘડાશે. કદાચ દેશમાં ગુજરાત એવું રાજ્ય છે કે જ્યા આઈસીયુ બેડની મહત્તમ સુવિધા છે.  

 

 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ સીધુ મોનીટરીંગ
ગુજરાતમાં હાલની પરિસ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધી નજર રાખી રહ્યા છે.જરૂરી માર્ગદર્શન પણ આપી રહ્યા છે તબીબોને  રેમડેસિવર ઈન્જેકશનની જરુર હોય તો જ ઉપયોગ કરવામાં આવે. અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની ગાઈડલાઈનનું અનુસરણ કરવા માટેની તાકીદ ગૃહમંત્રી અમીત શાહે કરી હતી .


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS