અમિત શાહ આજથી ત્રણ દિવસ અમદાવાદમા

  • April 23, 2021 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળનો ચૂંટણી પ્રવાસ પુરો કરીને ગઇકાલે સીધા અમદાવાદ આવનાર હતા પરંતુ વડાપ્રધાને બોલાવેલી તાકીદની બેઠક ને ધ્યાનમાં રાખીને ગુજરાત આવવાના બદલે સીધા દિલ્હી ગયા હતા તેઓ આજે બપોરે ત્રણ વાગ્યે અમદાવાદ આવશે અને ત્રણ દિવસ સુધી રોકાણ કરશે .

 


 દરમિયાન તેઓ ગુજરાતની કોરોના ની પરિસ્થિતિ ને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પદાધિકારીઓ સાથે મહત્વની બેઠક કરશે અને રવિવારે અમદાવાદ ખાતે ડીઆરડીઓ દ્વારા ઉભી કરવામાં આવેલી કામચલાવ હોસ્પિટલને ખુલ્લી મુકશે.

 


આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10 વાગ્યે નવી દિલ્હીથી અસરગ્રસ્ત રાજ્યના મુખ્યમંત્રી સાથે સંવાદ કરનાર છે આ કાર્યક્રમના દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી પણ જોડાય તેવી શક્યતા છે કદાચ એવા જ કારણોસર હો એ ગઈ કાલે આવવાનો અમદાવાદ ધાર્યું હશે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના ક્ધવેન્શન હોલમાં ડીઆરડીઓ દ્વારા હંગામી ધોરણે કોરોના હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે આ હોસ્પિટલની સ્થાપ્ના માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો ખૂબ મોટો ફાળો છે.

 


ડીઆરડીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી હોસ્પિટલ ને કારણે અમદાવાદ ની હોસ્પિટલો નું ભારણ ઘણા અંશે ઘટી જશે આગામી સમયમાં કેસ વધવાની શક્યતાને ધ્યાનમાં લેતા નવા દર્દીઓને આ હોસ્પિટલમાં સારવાર મળી શકશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS