અમિત શાહ ૧૧–૧૨ જુલાઇએ ગુજરાત આવશે, અષાઢી બીજ જગન્નાથજીના દર્શનની પરંપરા નિભાવશે

  • June 30, 2021 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રથયાત્રા સંદર્ભે કોઇ નિર્ણય લેવાયો નથી પરંતુ અમિત શાહની મુલાકાતથી આશા બંધાઇકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરે અષાઢી બીજના દર્શન અને પરિવાર સાથે મંગળા આરતી કરશે. દર વર્ષે અષાઢી બીજની સવારે પરિવાર મંગળા આરતીમાં ઉપસ્થિત થાય છે આ વર્ષે પણ તે પરંપરા નિભાવશે ગત વર્ષે કોરોના ના કારણે જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી ન હતી. ગત વર્ષે તેવો જગન્નાથજીના મંગળા આરતીના દર્શન કરી શકયા ન હતા.

 


જગન્નાથજીની જળયાત્રા ખુબ જ સાદગી અને ઓછી સંખ્યાની સાથે કાઢવામાં આવી હતી . આ જળયાત્રા નીકળવાના કારણે લોકોને ખાસ રથયાત્રા નીકળશે તેવી આશા બંધાઈ છે આ મામલે ગૃહ રાયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રથયાત્રા સંદર્ભે આગામી દસ દિવસમાં કોરોના કેસની સમીક્ષા કર્યા બાદ નિર્ણય કરવામાં આવશે. હજુ સુધી રથયાત્રાને લઈને કોઈ નિર્ણય થયો નથી તેવું તેમણે સ્પષ્ટ્રપણે જણાવ્યું છે.

 


આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસનો ગુજરાત પ્રવાસ નક્કી થતાં તેમના મત વિસ્તાર ગાંધીનગરમાં જાહેર કાર્યક્રમોની તડામાર તૈયારીઓ શ કરવામાં આવી છે આ વખતે રથયાત્રાને લઈને રાય સરકાર હજુ સુધી કોઇ નિર્ણય કરી શકી નથી પરંતુ રથયાત્રા કર્યુ વચ્ચે કાઢવામાં આવે તેવા સ્પષ્ટ્ર સંકેતો રાયના ગૃહ મંત્રાલય તરફથી મળી રહ્યા છે.

 


મંત્રી અમિત શાહ એક સાહ પૂર્વે ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે હતા આ મુલાકાત દરમિયાન તેમણે સંગઠન અને સરકારની કામગીરીની સમીક્ષા કરી હતી અને તેમના સંસદીય મતવિસ્તારમાં વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત ના કાર્યક્રમો યોયા હતા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી હજુ કયારે યોજાશે તે નક્કી નથી પરંતુ તે પૂર્વે મહાનગરપાલિકા જીતવા માટે થઇને જરી તેવી તમામ કામગીરી ચાલુ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS