અમિતાભ બચ્ચને પોલેન્ડથી ખરીદ્યા 50 ઓક્સિજન કંન્સટ્રેટર , બીએમસીને ડોનેટ કર્યા વેંટિલેટર

  • May 15, 2021 10:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસની બીજી લહેર દેશને હચમચાવી ચુકી છે. ડાયાબિટીઝ, બ્લડપ્રેશર અને હાર્ટના દર્દીઓ માટે બીજી લહેર જીવલેણ બન્યા પછી હવે બ્લેક ફંગસથી આરોગ્ય વિભાગને ઊંઘ ઉડી ગઈ છે. આવી સ્થિતિમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ દેશની જનતાની મદદ કરી રહ્યા છે. સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ આવું જ કંઈક કરતા જોવા મળ્યા છે.  

 

 

અમિતાભ બચ્ચને એક સંસ્થાને કોરોનાના દર્દીની મદદ કરવા બે કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. હવે તેમણે કહ્યું કે છે કે તેમણે 50 ઓક્સિજન કંન્સટ્રેટર  ખરીદ્યા છે. બિગ બીએ પોલેન્ડથી આ ઓક્સિજન કંન્સટ્રેટર ખરીદ્યા છે. તેમણે પોતાના બ્લોગમાં આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે તેણે કોરોના પીડિતોની સહાય માટે ઓક્સિજન કંન્સટ્રેટરનો ઓર્ડર આપ્યો છે.

 

 

આ પહેલા અમિતાભ બચ્ચને પણ કોરોનાની કટોકટીની સ્થિતિમાં લોકોની પૂરી કાળજી લીધી છે. તેમણે મુંબઇની મ્યુનિસિપલ હોસ્પિટલમાં 10 વેન્ટિલેટર પણ આપ્યા છે. આ વિશે માહિતી આપતાં બિગ બીએ લખ્યું હતું કે, જ્યારે તેમણે બીએમસીને કહ્યું કે તેમને કંઈક દાન કરવું છે ત્યારે તેઓએ તેમને પૈસાના બદલે વેન્ટિલેટર દાન કરવાનું કહ્યું. ત્યારબાદ તેમણે 20 વેન્ટિલેટર મંગાવ્યા તેમાંથી 10 આવી ગયા છે અને બાકીના 10 આ મહિનાની 25 મી તારીખે પહોંચી જશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS