કોરોના વાયરસ : Big B રવિવારે નહીં નીકળે ઘરની બહાર, ચાહકોને આપી આ સૂચના

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોના વાયરસને કારણે ફિલ્મોની રિલિઝ ડેટ ટળી રહી છે. હવે સેલિબ્રિટી પણ પોતાના ચાહકો અને લોકોને મળવાથી અંતર જાળવી રહ્યા છે. આવામાં અમિતાભ બચ્ચને ચાહકોને મળવાની યોજનાને રદ કરી નાખી છે. 

 

અમિતાભ બચ્ચન દર રવિવારે ચાહકો સાથે રૂબરૂ થતાં હતા. તેમણે ટવીટ કરીને જાણકારી આપી છે કે તેઓ રવિવારે સાંજે પોતાના ઘેર જલ્સાની બહાર ચાહકોને મળવા માટે આવશે નહીં. આ સાથે જ તેમણે ચાહકોને વાયરસથી સુરક્ષિત રહેવા માટે કહ્યું છે.

 

અમિતાભે ટવીટ કરીને લખ્યું કે મારા તમામ હિતેચ્છુઓને એક નિવેદન છે કે જલ્સા ગેટ ઉપર રવિવારે ધક્કો ન ખાય કેમ કે થોડા દિવસ હું તેમને મળવા માટે ઘરની બહાર આવવાનો નથી. સાવધાની રાખો અને સુરક્ષિત રહો. તેમણે આ ટવીટમાં લખ્યું કે રવિવારના દર્શન જલ્સા પર કેન્સલ છે. કોઈ ભીડ જમા ન થાય તે જરૂરી છે. 
ઉલ્લેખનીય છે કે અમિતાભ જુહુ સ્થિતિ ઘર પર દર રવિવારે દર્શન રાખે છે. આ દિવસે તે પોતાના ચાહકોને રૂબરૂ થાય છે. આ પહેલાં યારે તેમની તબિયત ખરાબ થઈ હતી ત્યારે પણ તેમણે રવિવારે દર્શનનો કાર્યક્રમ રદ કર્યેા હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS