આમ્રપાલી અંડર અંડરબ્રિજ: સુવિધા વધી, સમસ્યા યથાવત

  • January 23, 2021 01:55 AM 441 views

શહેરના રૈયા રોડ ઉપર આમ્રપાલી અંડર બ્રીજ ખુલ્લો મુકાયાને હજુ 24 કલાક માંડ થયા છે ત્યાં વાહનચાલકોને ફરી સમસ્યા ઘેરી વળી છે. ગઈ કાલે જે સમયે મુખ્યમંત્રીએ આ બ્રીજ ખુલ્લો મુક્યો અને વાહનચાલકોની સમસ્યાનો અંત આવી ગયો તેવી જાહેરાત કરી બરાબર એ જ સમયે આજે એટલે કે 24 કલાકમાં જ ટ્રાફિક શાખાએ આમ્રપાલી ટોકિઝ તરફથી આવતા વાહનોને સીધા કિસાનપરા જવાની મનાઈ ફરમાવી દેવાઈ છે. ટ્રાફિક શાખાએ અચાનક જ ચોકમાં તસવીરમાં દેખાય છે એવી લોખંડની મુવેબલ ગ્રીલ મૂકી દીધી છે અને વાહનચાલકોને મેયર બંગલા તરફ જવા માટે મજબુર કરાય છે. તમામ વાહનોએ મેયર બંગલેથી યુ ટર્ન લઈને પછી કિસાનપરા આવવું પડે છે.દોઢ વર્ષ પછી રાહતનો શ્વાસ લેનાર વાહનચાલકો ઉપર આવો જુલમ શા માટે તેવો પ્રશ્ન પૂછાવો શરુ થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application