કર્મચારી પોતાની પસંદગીની જગ્યાએ બદલીની માગ કરી શકે નહીં :સુપ્રીમ

  • September 13, 2021 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓક્ટોબર 2017માં અલાહાબાદ હાઇકોર્ટે આપેલા એક ચુકાદાને પડકારતી એક લેક્ચરરની પિટિશનની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, કર્મચારી પોતાની પસંદગીની જગ્યાએ બદલી માટે દબાણ કે માગ કરી શકે નહીં. પોતાની જરૃરિયાત પ્રમાણે કર્મચારીની બદલી કરવાનો અધિકાર નોકરીદાતાને છે.

 

લેક્ચરરે પોતાની બદલી અમરોહાથી ગૌતમબુદ્ધનગર ખાતે કરવા માગ કરી હતી. લેક્ચરરે આ બદલી માટે સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ રજૂઆતો કરી હતી પરંતુ તેમણે ઇનકાર કરી દેતાં લેક્ચરરે અલાહાબાદ હાઇકોર્ટમાં ધા નાખી હતી. અલાહાબાદ હાઇકોર્ટે પણ તેમની અરજી નકારી કાઢી હતી.

 

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એમ આર શાહ અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, કર્મચારી ચોક્કસ અને પસંદગીના સ્થળે બદલી માટે દબાણ કે માગ કરી શકે નહીં. કર્મચારી પોતાની બદલી અટકાવવાની પણ માગ કરી શકે નહીં. પોતાની જરૃરિયાત પ્રમાણે નોકરીદાતા કર્મચારીની ઇચ્છે ત્યાં બદલી કરીઔશકે છે.

 

સરકારે એન.સી.એલ.ટી. અને આઇ.ટી.એ.ટી.માં ન્યાય, ટેકનિકલ અને હિસાબી કામગીરી માટે આખરે 31 નવા લોકોની નિમણૂક કરી છે. સુપ્રીમ કોર્ટે વિવિધ ટ્રિબ્યૂનલ્સમાં રહેલી ખાલી જગ્યાઓને મુદ્દે ચિંતા જાહેર કર્યા પછી આ નિમણૂક કરવામાં આવી છે. નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (એનસીએલટી) મહદઅંશે કંપની લો અને નાદારી કાયદા અંગે કામ કરે છે જ્યારે ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યૂનલ આવકવેરા સંબંધી કેસ પર કામ કરતી હોય છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS