વધુ એક ભાજપ નેતા આઈ.કે.જાડેજા થયા કોરોના સંક્રમિત, યુ.એન. મહેતા હોસ્પિટલમાં લેશે સારવાર

  • April 08, 2021 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર વિશ્વમાં કોરના તેનો કહેર વરસાવી રહ્યો છે. અને ગુજરાતમાં પણ કોરોનાને કારણે સ્થિતિ બગડી રહી છે. થોડા સમય પહેલા સીએમ રૂપાણી પણ કોરોના પોઝિટિવ આવી ચુક્યા છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને આર સી ફળદુ પણ પોઝિટિવ આવ્યા છે. ત્યારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે વધુ એક ભાજપ નેતા આઈ.કે.જાડેજા કોરોના સંક્રમિત થયા છે. જે યુ.એન. મહેતા હોસ્પિટલમાંસારવાર લેશે. 

કોરોના રોજ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. ગુજરાતમાં એક પછી એક નેતાઓ પણ કોરોનાની ઝપેટામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક મંત્રી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ભાજપ નેતા
આઈ.કે.જાડેજા કોરોનાથી સંક્રમિત થયા છે. જે વધુ સારવાર યુ.એન. મહેતા હોસ્પિટલમાં લેશે. 

કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાય રહ્યો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. એક્ટિવ કેસનો આંકડો પણ હાલ ખુબ ઉંચો છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application