ભારતીયો હેન્ડવોશ ચેલેન્જ સાથે જ મોટા થયા છે: અનુપમ ખેરનો વીડિયો વાયરલ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોના વાયરસ સામે જીતવા માટે આખી દુનિયા મહેનત કરી રહી છે. કોરોનાથી બચવા માટે કેન્દ્ર સરકાર લોકોને સાબુ–પાણીથી વારંવાર હાથ ધોવાની સલાહ આપી રહી છે. બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ આ વાયરસને લઈને લોકોને જાગૃત કરવા માટે મથી રહ્યા છે. 

 

આ શ્રેણીમાં હવે અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યેા છે જે જોરદાર વાયરલ થઈ રહ્યો છે. તેણે વીડિયોના માધ્યમથી હેન્ડ વોશ ચેલેન્જને સારું પગલું ગણાવ્યું છે. તેણે કહ્યું કે આપણા ભારતમાં આ ચેલેન્જ તો વર્ષેાથી ચાલી આવે છે.

 

અનુપમે ટવીટર પર પોસ્ટ થયેલા વીડિયોમાં કહ્યું છે કે આપણા દેશમાં માતા–પિતા બાળકોને નાનપણથી જ હાથ ધોવા અને ચપ્પલ ઘરની બહાર ઉતારવાની સલાહ આપે છે. આ સાથે જ તેમણે લોકોને મળીને આ ખતરનાક વાયરસને હરાવવાની સલાહ આપી છે. તેમણે વીડિયો શેયર કરતાં લખ્યું કે હેન્ડવોશ ચેલેન્જ એક શ્રે શરૂઆત છે અને તેને ગંભીરતાથી લેવી જોઈએ પરંતુ ભારતમાં આ પરંપરા નાનપણથી જ ચાલી આવે છે તેથી ભારતીયો માટે તે નવી નહીં ગણાય. આપણા પૂર્વજો ઘણા દુરંદેશી રહ્યા છે. નમસ્તા અને પોતાના હાથ ધુઓની સાથે જ આપણે મોટા થયા છીએ, જય હો. આ વીડિયોને જોતજોતામાં હજારો લાઈક મળી ચૂકયા છે અને શેયર કરવામાં આવી રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે આ પહેલાં દીપિકા પાદુકોણ અને અનુષ્કા શર્માએ પણ વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સેફ હેન્ડ ચેલેન્જનો સ્વીકાર કરતા સોશ્યલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યેા હતો. આ વીડિયોમાં બન્ને સીતારાઓ લોકોને હાથ ધોવાની રીત શીખવે છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસથી બચવા માટે કઈ રીતે હાથોને સારી રીતે ધોઈ શકાય.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS