એપલ વોચે વૃદ્ધને નવજીવન બક્ષયું

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્માર્ટ વોટ ટેક્નોલોજી કેટલી અસરદાર છે તેના કેટલાક ઉદાહરણ એપલ વોચ યુઝર્સ તરફથી સામે આવતા રહ્યા છે.ઘણી વખત એપલ વોચ દ્વારા કોઈનો જીવ બનાવવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે.ત્યારે વધુ એક વખત એપલ વોચ દ્વારા કોઈ વ્યક્તિનો જીવ બચાવવાની ઘટના સામે આવી છે. જેમાં ૬૧ વર્ષીય રાજહંસનો જીવ એપલ વોચની મદદને કારણે બચી ગયો છે.૬૧ વર્ષીય રાજહંસ હાલ નિવૃત છે. જેમને હાવર્ડ યુનિવર્સિટીમાં ભણતાં તેમનાં પુત્રએ એપલ વોચ સીઝન ૫ ગિફ્ટ કરી હતી.

એપલ વોચમાં ECG ફંક્શનને કારણે તમે હાર્ટ બીટ ચેક કરી શકો છો. આ ફીચરને કારણે તેમના શરીરમાં આવેલી મોટી બીમારી વિશે તેઓને ખબર પડી હતી.એક દિવસ અડધી રાત્રે રાજહંસના ધબકારા અસામન્ય આવતા તેમજ તતેની હાલત નાજુક થતા તેમણે ડોક્ટરનો સંપર્ક કરતા તેમને ઈજેક્શન ફ્રેક્શન હોવાની વાત સામે આવી હતી. અને તેમની સર્જરી કરવામાં આવી હતી.પિતાની સફળ સર્જરી બાદ પુત્ર સિદ્ધાર્થે એપલના સીઈઓ ટીમ કુકને આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. જેનો જવાબ પણ ટીમ કૂક દ્વારા આપવામાં આવ્યો હતો.આમ રાજહંસનો જીવ એપલ વોચને કારણે બચી ગયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS