અરજદારને હવે પોલીસ ફરિયાદ માટે રૂબરૂ નહીં આવી ઓનલાઇન સેવાનો ઉપયોગ કરવા અપિલ

  • April 09, 2021 03:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાનું વધતું જતું સંક્રમણને ધ્યાને લઇ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં ફરિયાદ અને અરજીથી લઇ તમામ કામગીરી ઓનલાઇન કરવામાં આવશે અને અરજદારોએ પણ પોલીસની ઓનલાઇન સેવાના મહત્તમ ઉપયોગ કરવા શહેરીજનોને અપીલ કરી છે.

 


કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા ક્ધટેન્મેન્ટ ઝોન, માઇક્રો કન્ટમેન્ટ ઝોન વિસ્તારની સતત વિઝિટ કરવામાં આવે છે. કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા કરફ્યુ બંદોબસ્ત, વિસ્તાર પેટ્રોલીંગ તેમજ ટીન કામગીરીમાં પોલીસ સ્ટેશન ખાતે આવતા અરજદારોના સંપર્કમાં આવવાનું થતું હોય જેથી કોરોનાનું સંક્રમણ ફેલાવવાની સંભાવના વધુ હોય પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનના ઇમેલ આઇડી અને ફેસબુક એકાઉન્ટ તેમજ ટવીટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપરાંત સિટીઝન પોર્ટલની સેવાનો ઉપયોગ કરી પોલીસ સ્ટેશન ખાતે બ આવવાના બદલે ઓનલાઇન ફરિયાદ કે અરજી કરવા અપીલ કરી છે. અરજદારના નિવેદન માટે પણ જર પડયે પોલીસ અરજદારે આપેલા મોબાઇલ નંબર ઉપર વીડિયો કોલીંગ કરી નિવેદન અને રજૂઆત સાંભળશે તેમજ પોલીસ ક્ધટ્રોલમ ખાતે 100 નંબર ઉપર ફોન કરવાની શહેરીજનોને જરી સહાય માટે તાત્કાલીક મદદ મળી રહેશે તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું. વધુમાં પોલીસ કમિશનર કચેરીએ શહેરજનોએ ટોળામાં આવવું ટાળવું અને અરજદારે આવવાની જરીયાત ઉભી થાય તો માત્ર બે વ્યક્તિઓએ જ શકય હોય તો પોલીસ કમિશનર કચેરીએ આવવું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS