મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર તરીકે સિંઘની કોન્ટ્રાકટ બેઈઝ પર નિયુકિત: ચાર્જ સંભાળ્યો

  • July 14, 2021 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનરની ખાલી પડેલી જગ્યા પર થોડા સમય અગાઉ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા એ.આર. સિંઘની નિમણૂક કોન્ટ્રાકટ બેઈઝ પર કરવામાં આવી છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ અશોક દવેએ આ અંગે કરેલા હુકમમાં જણાવાયા મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં ખાલી પડેલી જગ્યા પર સિંઘ યારથી ચાર્જ સંભાળે તે તારીખથી ૩૧–૧૨–૨૦૨૨ સુધી અથવા આ જગ્યા પર રેગ્યુલર પોસ્ટિંગ ઉપલબ્ધ થાય ત્યાં સુધી અથવા અન્ય હુકમ ન થાય ત્યાં સુધી એમ ત્રણમાંથી જે વહેલુ હશે તે સુધીના સમયગાળા માટે આ નિમણૂક કરવામાં આવી છે.

 


પરિપત્રમાં જણાવાયા મુજબ સિંઘને નિવૃત્તિ સમયના સાતમા પગારપચં મુજબના બેઝિક પગારના ૩૫ ટકા મુજબ માસીક એકત્રીત વેતન તેમજ પેન્શન ઉપર ટીઆઈ મળવાપાત્ર રહેશે. સિંઘને એપેલેટની કે ઉપાડ કે વહેચણી અધિકારીની કોઈ કામગીરી સોંપી શકાશે નહીં. વેતન ઉપરાંત કોઈપણ જાતના ભથ્થા મળશે નહીં. વેતનમાં કોઈ જાતનો વધારો કે ઈજાફો પણ મળશે નહીં. મોંઘવારી ભથ્થું, વચગાળાની રાહત અથવા પગારપંચના બીજા કોઈ લાભો મળશે નહીં.

 


સિંઘે પોતાનું રહેઠાણ રાજકોટમાં રાખવાનું રહેશે. દર મહિને એક પરચુરણ રજા મળશે. સરકારી કામે પ્રવાસ પર જવાનું થાય તો સરકારના પ્રવર્તમાન ધોરણ મુજબ મુસાફરી ભથ્થુ અને દૈનિક ભથ્થુ મળશે. કરાર આધારિત સમયગાળા માટે ગુજરાત રાય સેવા (વર્તણૂક) નિયમો ૧૯૭૧માં ઠરાવેલ બાબતો બંધનકર્તા રહેશે અને તેનો ભગં થયે કોઈ જાતની કાર્યવાહી કર્યા વગર તેમની સેવા સમા કરવામાં આવશે.

 


ગઈકાલે રાય સરકારે આ અંગેના હત્પકમો કર્યા બાદ એ.આર. સિંઘે નાયબ કમિશનર તરીકેનો તેમનો ચાર્જ સંભાળી લીધો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS