BCCIના એન્ટી કરપ્શન યુનિટના વડા તરીકે ખંડવાવાલાની નિમણુંક

  • April 06, 2021 08:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બીસીસીઆઈ (બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)ના એસીયુ (એન્ટી કરપ્શન યુનિટ)ના ચીફ તરીકે ગુજરાતના નિવૃત ડીજીપી  એસ.એસ.ખંડવાવાલાને નિયુક્ત કરવામાં આવ્યા છે.

 


રાજસ્થાનના નિવૃત જીજીપી  અજીત સિંગે એસીયુના ચીફ તરીકે એપ્રિલ 2018માં ચાર્જ લીધો હતો. 31 માર્ચ 2021ના રોજ તેઓની ટર્મ પુરી થતાં ખંડવાલાને નિયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 


ગુજરાતના નિવૃત ડીજીપી ખંડવાવાલા 1973 બેચના આઈપીએસ ઓફિસર છે. 70 વર્ષીય શાબીર હુસૈન શેખાદમ ખંડવાવાલાએ ન્યૂ દિલ્હી ખાતે બીસીસીઆઈના એસીયુ તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો. તેઓ ગુજરાતના ડીજીપીના પદ પરથી ડિસેમ્બર 20210માં નિવૃત થયા હતા. તેઓ કેન્દ્રની લોકપાલ પસંદગી કમિટીની પણ સભ્ય હતા.
ખંડવાવાલાએ જણાવ્યું હતુ કે આ એક ગૌરવની વાત છે કે હું બીસીસીઆઈનો હિસ્સો બની રહ્યો છુ. જે વિશ્વનું સૌથી સારુ ક્રિકેટ સંગઠન છે. સુરક્ષા મામલાના મારા અનુભવનો ફાયદો મને આ નવા કામમાં મળશે. નવી જવાબદારી અગાઉ ખંડવાવાલા એસ્સાર ગૃપ્ના સલાહકાર હતા. તેઓ કેન્દ્ર સરકારની લોકપાલ સર્ચ સમિતિના પણ સદસ્ય રહી ચુક્યા છે. તેઓ બુધવારે ચેન્નાઈ પહોંચશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application