નૈપ ગામે ચૂંટણી પ્રચારની દાઝ રાખી બે ભાઇઓ પર સશસ્ત્ર હુમલો

  • March 04, 2021 03:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહુવા તાલુકાના નૈપ ગામે તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગી ઉમેદવારનો પ્રચાર કયર્નિી અદાવત રાખી વિજય સરઘસ સમયે કરિયાણાની દુકાનમાં ગુલાલ ઉડાડતા બબાલ થઇ હતી અને નવ જેટલા શખસોએ ગેરકાયદે મંડળી રચી બે ભાઇઓ પર સશસ્ત્ર હુમલો કરી માર મારતા ગુનો નોંધાવા પામ્યો છે.

 

 


બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મહુવા તાલુકાના નૈપ ગામે મેઇન બજારમાં રહેતા જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુભાઇ બટુકભાઇ ભીલએ મહુવા પોલીસ મથકમાં નિલેશ મથુરભાઇ મકવાણા, કિશોર ઘેલાભાઇ મકવાણા, શિવરાજ નરશીભાઇ બારૈયા, દિપક ખીમજીભાઇ બારૈયા, ઝવેર નાનજીભાઇ મકવાણા, કેતન મથુરભાઇ મકવાણા અને બે અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પક્ષના ઉમેદવારનો પ્રચાર તેઓએ કર્યો હોય તેની દાઝ રાખી ગઇકાલે સાંજના 4 કલાકના અરસા દરમિયાન નૈપ ગામના ભાજપના ઉમેદવાર વિજેતા થતા તેનું વિજય સરઘસ તેઓની દુકાન પાસેથી નીકળતા સરઘસમાં હાજર જવેર નાનજીભાઇ મકવાણા સહિતનાએ ગુલાલ ઉડાડી તેઓની દુકાનમાં રહેલ કરિયાણુ, શાકભાજી અને છાપરા ઉપર ગુલાલ નાખ્યો હતો બાદ પાંચેક કલાકના અરસા દરમિયાન આ તમામે કારમાં આવી પાઇપ, હોકી જેવા હથિયારો સાથે ધસી આવી તેઓને આડેધડ માર મારતા તેને બચાવવા તેના ભાઇ ધરમશીભાઇ અને તેઓના પત્ની વચ્ચે પડતા તેને પણ લાકડાના ધોકા વડે અને પાઇપ વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ફરિયાદ અનુસંધાને મહુવા પોલીસે તમામ સામે આઇપીસી 325, 324, 323, 504, 506(2), 143, 147, 148, 149 તેમજ 135 મુજબ ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS