કોન્ટ્રાકટર ઉપર ફાયરિંગ કરનાર મુસ્લિમ શખસ સહિત ત્રણ હથિયાર સાથે ઝડપાયા

  • May 15, 2021 06:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દોઢ માસ પૂર્વે ચોટીલા તાલુકાના કુંભારા ગામ પાસે જૂના ઝઘડાનો ખાર રાખી કોન્ટ્રાકટરની હત્યાનો પ્રયાસ થયો હતો: પિસ્તોલ અને કાર સહિત રૂા.૨.૭૫ લાખનો મુદ્દામાલ કબજે

 


ચોટીલા તાલુકાના કુંભારા ગામ પાસે દોઢ માસ પૂર્વે જુના ઝઘડાનો ખાર રાખી કોન્ટ્રાકટર ઉપર ફાયરિંગનો બનાવ બન્યો હતો. ફાયરિંગ કરનાર રાજકોટના મુસ્લિમ અને તેના સાગરિતોને ક્રાઈમ બ્રાન્ચે મોરબી રોડ પર બેડી ચોકડી પાસેથી ઝડપી લીધા છે અને ફાયરીંગ માં ઉપયોગ કરવામાં આવેલ હથીયયાર પણ કબજે કરવામાં આવ્યું.
ગત તા ૭૪૨૦૨૧ ના રોજ ચોટીલા હાઇવેના મોટી વાડી કુંભારા ગામ પાસે મોમાઇ મુરલીધર હોટલ નજીક ચાલતી મનસુરભાઇ વલીભાઇ લોલાડીયાની કોન્ટ્રાકટરની સાઇડ ઉપ હતા ત્યારે ફોરચુરનર કારમાં રાજકોટનો અવેશ ઉર્ફે અવલો ગનીભાઇ ધોણીયા અને અન્ય શખ્સો આવ્યા હતા.

 

 

જેમાંથી અવેશ ઉર્ફે અવલો ગનીભાઇ ધોણીયાએ મનસુરભાઇ ઉપર પિસ્તોલમાંથી ચાર રાઉન્ડફાયરીંગ કર્યા હતા.બીજી તરફ સાઇડ ઉપર મનસુરભાઇ સાથે બેઠેલા ધારાભાઇ મુળાભાઇ ઉપર રાજકોટના મોરલીએ ધારીયા વડે હત્પમલો કરી હત્પમલાખોરો ફરાર થઈ ગયા હતા.મનસુરભાઇએ આ અંગે ચોટીલા પોલીસ સ્ટેશનમાં રાજકોટના અવેશ ઉર્ફે અવલો ગનીભાઇ ધોણીયા સહિત અજાણ્યા પાંચેય શખ્સો સામે ફાયરીંગ કરી હત્પમલો કરી ઇજા પહોચાડાની પોલીસ ફરીયાદ નોંધાવી હતી.ફાયરીંગ કરીને નાસી છુટયા બાદ પોલીસે ફાયરીંગ સ્થળે થી પિસ્તોલના ખાલી કારટીસ પણ કબ્જે કર્યા હતા.

 

 

આ ઘટનામાં સંડોવાયેલા રાજકોટના સાંસદ અને તેના સાગરિતો મોરબી હાઇવે પર બેડી ચોકડી પાસે કારમાં આવ્યા હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના પી.આઈ વી.કે.ગઢવી ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ યુ.બી.જોગરાણા અને તેમના સાથે દરોડો પાડીને હાલ મોરબી રોડ સાગર પાર્ક શેરી ન. ૦૧ મકાન ન. ૦૫ વેલનાથ સામે રહેતા અવેશ ઉર્ફે અવલો ગનીભાઇ ઘોણીયા,રામનાથ પરા શે.નં.૧૨ રજપુત વાડી વાળી શેરી મેટ્રો પાન પાસે રહેતા ફરદીન ફીરોઝભાઇ હાજીભાઇ સોઢા અને ભગવતીપરા જય નંદનવન સોસાયટી શે.ન.૦૩ સબ સ્ટેશન વાળી શેરી માં રહેતા નૈમીષ ઉર્ફે રવી ઉર્ફે નેમો ચંદ્રેશભાઇ દુદાભાઇ ગોહેલને ઝડપી લીધા હતા.

 

 

જેમની પાસે થી દેશી બનાવટની પીસ્ટલ – ૦૧ કિં.. ૧૫,૦૦૦, જીવતા કાર્ટીઝ નગં – ૦૩ અને જીજે૨૫એએફ ૭૮૬૩ નંબર ની માતી સુઝુકી સ્વીફર કાર ,મોબાઇલ ફોન નગં  ૩ કી..૭૦,૫૦૦ સહિત કુલ કિં.. ૨,૮૫,૮૦૦ નો મુદામાલ આવેલ છે.આ અંગે ક્રાઇમ બ્રાંચના પી.આઇ વી.કે.ગઢવી, પીએસઆઇ યુ.બી.જોગરાણા તથા એ.એસ.આઇ. સી.એમ.ચાવડા, તથા બી.આર.ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જયંતીભાઇ ગોહિલ તથા અભીજીતસિંહ જાડેજા તથા પ્રદિપસિંહ જાડેજા તથા ભાવીનભાઇ રતન તથા પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ ગોહિલ તથા કરણભાઇ માએ કામગીરી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS