10 જુલાઇ સુધીમાં હોસ્પિટલમાં દાખલ થાય તેને જ કોરોના સારવારમાં 50 હજારની સહાય: સરકારે રોન કાઢી

  • May 14, 2021 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સહાયમાં પણ અને શરતો સાથેનો પરિપત્ર કરતા વધુ એક વખત સરકારે મામુ બનાવ્યાની લાગણી

 પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાનું કાર્ડ ધરાવતા લોકોને કોરોનાની 50000 રૂપિયા સુધીની સારવાર મફત મળશે એવી રાજ્ય સરકારે કરેલી જાહેરાતથી દર્દીઓ અને તેના પરિવારજનોમાં થોડી રાહતની લાગણી જન્મી હતી ભાજપ્ના સંગઠન માળખા એ તો સરકારની આ જાહેરાતને વધાવતી અખબારી યાદીનો મારો પણ ચલાવ્યો હતો. જાહેરાત બાદ સરકારે આ અંગેનો પરિપત્ર કર્યો છે અને તેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે તારીખ 10 જુલાઈ સુધીમાં જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થશે તેમને આ યોજનાનો લાભ મળશે.

 


કોરોનાનો સેક્ધડ વેવ હવે પૂરો થવાની અણી પર છે તેથી સ્વાભાવિક રીતે હોસ્પિટલમાં નવા દાખલ થતાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી નવેમ્બર ડિસેમ્બર માસમાં ત્રીજો વેવ આવશે એવી શક્યતા છે પરંતુ જ્યારે ત્રીજો વેવ આવશે ત્યારે ગુજરાત સરકારની સહાય માટેની યોજનાની મુદત પણ પૂરી થઈ ગઈ હશે અને સરકાર નવેસરથી પરિપત્ર કરે તેની રાહ જોવા સિવાય કોઈ છૂટકો રહેશે નહીં તેવી લાગણી કાર્ડ ધારકો વ્યક્ત કરી રહ્યા છે.

 


પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃત વાત્સલ્ય યોજનાનું કાર્ડ ધરાવતા લાભાર્થીઓના જણાવ્યા મુજબ વાત માત્ર આ એક બાબતથી પૂરી થતી નથી સરકાર દરરોજના રૂપિયા પાંચ હજારની મયર્દિામાં 10 દિવસ માટે 50000 ની સારવાર મફત આપવાની છે પરંતુ વેન્ટિલેટર સપોર્ટ વાળા દર્દીઓ પાસેથી રૂપિયા 5,000 નો દૈનિક ચાર્જ લેવાની સરકારે છૂટ આપી છે તેવા કિસ્સામાં રૂપિયા પાંચ હજારની દૈનિક મયર્દિા તો માત્ર વેન્ટિલેટર માં જ પૂરી થઈ જશે.

 


સરકારની આ જાહેરાત અને પરિપત્ર બાદ પણ માં અમૃતમ યોજના કાર્ડ ધારકોને હોસ્પિટલમા પહોચતાની સાથે જ મફતમાં સારવાર ચાલુ નહીં થઈ જાય કારણકે સરકારે પરિપત્ર માં સ્પષ્ટ જણાવ્યું છે કે લાભ આપતા પહેલા પીએમએવાય સોફ્ટવેરમાં તેમની નોંધણી કરાવીને ઓનલાઇન મંજૂરી મેળવવાની રહેશે.

 


લાભાર્થીઓના જણાવ્યા મુજબ સીટી સ્કેન અને આરટીપીસીઆર નો ખર્ચ માત્ર એક વખત મંજૂર કરવામાં આવશે અને તેનું ચુકવણું સરકાર આ યોજના અંતર્ગત કરવાના બદલે અલગથી કરશે ત્યારે તેમની આ વાત સાથે ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલના સંચાલકો સહમત થાય છે કે કેમ તે જોવાનું રહે છે. કારણકે અત્યારે રોકડા પૈસા થી સહાય સારવાર મેળવવા માગતા દર્દીઓની લાઈન લાગે છે ત્યારે સરકારી યોજનામાં ભળવાનું મોટાભાગે હોસ્પિટલના સંચાલકો ટાળતા હોય છે કારણ કે આવા દર્દીઓની સારવાર કયર્િ બાદ તેના બિલના નાણાં સરકારમાંથી મેળવવામાં પરસેવો વળી જતો હોય છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS