જૂનાગઢ જિલ્લામાં ૬૭ કુટુંબોના ૧૩૪ પશુ મૃત્યુ માટે રૂ.૨૨,૧૫,૦૦૦ની સહાય ચૂકવાઇ

  • May 31, 2021 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 તાઉ-તે વાવાઝોડાને લઇને પશુઓના પણ મૃત્યુ યા  છે. જૂનાગઢ જિલ્લામાં ૧૫૪ પશુઓના મોત યા છે.મૃતક પશુઓના પશુ માલિકોને સહાય મળી રહે તે માટે જૂનાગઢ જિલ્લા પંચાયત પશુપાલન શાખાની ૨૨ ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૧૫૪ પશુઓના મોતમાં ૧૩૭ પશુ માલિકાને સહાય મળવા પાત્ર છે. તેમજ ૧૩૪ પશુ માલિકોને રૂા.૨૨,૧૫,૦૦૦ની સહાય ચુકવી દેવામાં આવી છે.


તાઉ-તે વાવાઝોડાને કારણે જૂનાગઢ જિલ્લાના વિસાવદર, માળીયા, ભેંસાણ, જૂનાગઢ અને મેંદરડા તાલુકાને વધુ નુકસાન યું છે. જેમાં વિસાવદર તાલુકો વધુ અસરગ્રસ્ત યો છે. વાવાઝોડાને કારણે જૂનાગઢ જિલ્લામાં ૧૫૪ પશુઓના મોત યા છે. જેમાં વિસાવદરમાં-૧૨૧, ભેંસાણમાં-૨, માળીયામાં-૭, મેંદરડામાં-૬ અને જૂનાગઢ-૧ પશુના મોત યા છે.તેમ નાયબ પશુપાલન નિયામક ડો. દિલિપ પાનેરાએ જણાવ્યુ હતુ. વાવાઝોડામાં મરણ પામેલ પશુઓના પોસ્ટમોર્ટમ અને ખરાઇ કરાઇ તેમજ ઇજાગ્રસ્તને સારવાર તા રસીકરણની કામગીરી માટે જૂનાગઢ જિલ્લા પંચાયત પશુપાલન શાખાની ૨૨ ટીમો દ્વારા કામગીરી કરાઇ હતી. જેમાં ૧૮ પશુચિકિત્સા અધિકારી, ૫૩ પશુધન નિરીક્ષકો અને અન્ય વર્કરો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
વાવાઝોડા અને વરસાદના કારણે પશુઓમાં પણ સ્ટ્રેસના કારણે રોગચાળો વકરે નહીં તે માટે જિલ્લામાં ગળસુંઢા રોગ વિરોધી રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૨૯,૯૬૭ પશુઓને આવરી લીધા હતા. તા ઇજાગ્રસ્ત અને બિમાર ૬૪૦૭ પશુઓને સારવારમાં આપવામાં આવી છે.


જૂનાગઢ જિલ્લા પંચાયત પશુપાલન શાખા અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં વાવાઝોડામાં જિલ્લામાં ૧૫૪ પશુઓના મોત યા છે. જેમાં ૧૩૭ પૈકી. ૬૭ કુટુંબના ૧૩૪ પશુઓને રૂા.૨૨,૧૫,૦૦૦ની સહાય ચુકવી દેવામાં આવી છે.તેમ નાયબ પશુપાલન નિયામક  ડો.દિલીપ પાનેરા એ જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS