સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં એટેન્ડન્ટ યુવતી છરી સાથે ઝડપાઈ

  • May 24, 2021 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એકિઝટ ગેઇટ પાસે રૂટિન ચેકિંગ દરમિયાન પર્સ ચેક કરતા છરી મળી આવી: સેલ્ફ ડિફેન્સ માટે છરી રાખ્યાનું રટણ,પોલીસે ગુનો નોંધ્યો


રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં નોકરી કરનાર એટેન્ડન્ટ યુવતીના પર્સમાંથી છરી મળી આવતા પોલીસે આ યુવતી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. એકિઝટ ગેઇટ પર ટિન ચેકિંગ દરમિયાન પોલીસે પર્સ ચેક કરતા છરી મળી આવી હતી. જો કે યુવતીએ આ છરી સ્વભાવ માટે રાખી હોવાનું રટણ કયુ હતું.

 


જાણવા મળતી વિગતો મુજબ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં ઇન્જેકશનના કૌભાંડ દર્દીઓના સામાન ચોરાવાની ઘટના બની હોય અને તેમાં અહીંના કર્મચારીઓની સંડોવણી સામે આવી હોય જેથી કોઇપણ કર્મચારી ફરજ પૂરી કરી ઘરે જાય તે પૂર્વે તેમનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

 


દરમિયાન આજરોજ સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગના એકઝીટ ગેટ પર ચેકિંગ દરમિયાન એટેન્ડન્ટ યુવતીના પર્સની અહીં ફરજમાં રહેલા હેડકવાર્ટરના કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પારઘીએ તપાસ કરતા પર્સમાંથી આઠ ઈંચની છરી મળી આવી હતી. જેથી પોલીસે આ છરી કબજે કરી પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

 


પ્ર. નગર પોલીસ મથકના એ.એસ.આઈ કનુભાઈ માલવીયા અને રામજીભાઈએ અહીં આવી યુવતીની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ભૂમિ ભાર્ગવભાઈ કુબાવત(ઉ.વ ૨૦)(રહે.જસરાજનગર ઉમિયા ચોક ૧૫૦ ફટ રિંગ રોડ પાસે રાજકોટ) હોવાનું જણાવ્યું હતું.

 

 

પોલીસની પૂછપરછમાં આ યુવતી અહીં જામનગરની સિધ્ધનાથ એજન્સીમાં કોન્ટ્રાકટ બેઝ પર એટેન્ડન્ટ તરીકે નોકરી કરતી હોવાનું જાણવા મળ્યું હતું. પર્સમાં છરી રાખવા બાબતે પોલીસે પૂછતાં યુવતી જણાવ્યું હતું કે, પોતે ઘરેથી નોકરીએ એકલી આવતી હોય સ્વબચાવ માટે તેણે આ છરી પર્સમાં રાખી હોવાનું રટણ કયુ હતું.જોકે પોલીસે તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS