ગુજરાતીઓની નસે નસે માં વહે છે સેવા અને માનવતા : ઓસ્ટીનમાં રહેતા સોરઠના વતનીની દિલેરી: સેન્ટ્રલ ફૂડ બેન્ક માં 12 લાખ બિસ્કીટ ડોનેટ કર્યા

  • May 25, 2021 09:50 AM 

ગુજરાતીઓની નસે નસમાં સેવા વહે છે.... એ પછી દુનિયાના કોઇપણ ખૂણામાં વસવાટ કરતો હોય... એટલે ગુજરાતી ઓ દિલેરી માટે દેશ વિદેશ માં જાણીતા છે. મૂળ સોરઠ ના વતની અને ઓસ્ટીનમાં રહેતા પરાગ રતનપરા તેમની માનવતા અને સેવા થકી વિદેશ ની ભૂમિ પર ઇતિહાસ સર્જી દીધો છે.

 


મૂળ જૂનાગઢના અને વર્ષોથી ટેક્સાસ ના ઓસ્ટીન માં  વસતા પરાગ ભાઈમાં સેવા નો રાગ વહેતો રહે છે. તાજેતરમાં તેમના દ્વારા થયેલા ડોનેશનની નોંધ વૈશ્વિક કક્ષાએ લેવાય છે.

 

ઓસ્ટીનમાં આવેલ સેન્ટ્રલ બેન્ક માં 12 લાખ પારેલેજી બિસ્કિટ ડોનેટ કર્યા છે. અમેરિકામાં પ્રથમ વખત 12 લાખ બિસ્કિટ અને 40.000 પેકેટ ડોનેટ કરવામાં આવ્યા છે. પરાગભાઈ ની આ કામગીરી માટે સરાહના થઈ રહી છે. આ એવી એક બેંક છે કે જેના દ્વારા લાખો લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. અલગ અલગ ક્ષેત્રનાં બિઝનેસમેન અને બેન્કના વોલેન્ટીયર્સ દ્વારા દર સપ્તાહએ ફૂડ જમા કરાવાય છે. જેમાં પરાગભાઈ રતનપરા 12 લાખ બિસ્કિટ નું ડોનેશન કરનાર પ્રથમ ડોનર બન્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS