શું અભિષેક બચ્ચનને પિતાની આ ફિલ્મના સેટ પરથી હટાવાયા હતા.

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

અભિષેક બચ્ચને ગુરુવારે એ બાબતનો ખુલાસો કર્યો કે 1983માં જ્યારે તેઓ નાના હતા, ત્યારે તેમને અમિતાભ બચ્ચનની ફિલ્મના પુકારના સેટ પરથી દૂર હટાવી દેવામાં આવ્યા હતા.

 

હાલ અભિષેક બચ્ચનની ઉંમર 44 વર્ષ છે અને તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ફેન્સ સાથે આ બાબત શેર કરી હતી. તેમજ નિખાલસતાથી પોતાના પિતા વિશે આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો.

 

 જેમાં તેમણે જણાવ્યું હતું કે 2001માં એક ફિલ્મ આવી હતી. "બસ ઇતના સા ખ્વાબ હૈ" જે તેમના નાનપણના સૌથી સારા મિત્ર તેમજ નિર્માતા ગોલ્ડી બહેલે નિર્દેશિત કરી હતી.
તેમણે ખુલાસો કર્યો હતો કે તેમણે તેમના આ મિત્ર સાથે ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો હતો. 

 

પરંતુ નવાઇની વાત એ છે કે જ્યારે 1983માં ફિલ્મ પુકાર ના સેટ પર જ્યારે તેઓ ગયા હતા ત્યારે પ્રકારના નિર્દેશક ગોલડી બહલ ના પિતારમેશ બહલે આ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું, અને તેમાં અમિતાભ બચ્ચન તથા ઝિન્નત અમાન મુખ્ય કલાકાર તરીકે રજૂ થયા હતા.

 

અભિષેકે પોતાના નાનપણના આ સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે, પોતાના પિતાની ફિલ્મના સેટ પર થી તેને ફિલ્મ પરથી હટાવવામાં આવ્યા બાદ પાંચ વર્ષની ઉંમરના અભિષેક બચ્ચન અને છ વર્ષની ઉંમરના ગોલડી બહલ બંને સેટ પર નકલી તલવારો જોઈને ઉત્સાહિત થઇ ગયા હતા. તેમજ આ વખતે જ ફિલ્મ બનાવવાનું વિચારબીજ તેમના મનમાં રોપાયું હતું. 

 

રમેશ બહલ એક મહાનનિર્દેશક હતા, અને તેમના પિતા આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં હોય આ બાબતને અભિષેકે ગર્વ સાથે રજુ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS