ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટીને દેશના સૈન્યબળોમાં પ્રવેશ મળશે, અક્ષય કુમારે કહ્યું થેંક્યું

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર સોશિયલ મીડિયા પર હંમેશા સેનાનો આત્મવિશ્વાસ વધારતા નજરે પડે છે. છેલ્લા ઘણા સમયથી તેઓ વધારે પડતી ફિલ્મમાં સેના અને દેશભક્તિની વાર્તા પર ભૂમિકા કરી રહ્યા છે.

 

 હવે અક્ષય કુમાર ખાસ કરીને પોતાની ટ્વીટ કરીને સીઆરપીએફ અને બીએસએફ અને એસએસબીના વખાણ કર્યા છે. આ વખાણ માટેનું કારણ અનોખું છે.

 


વાત જાણે એમ છે કે હવે સૈન્યની આ ત્રણે પાંખોમાં ટ્રાન્સજેન્ડર કમિટીના સભ્યો પણ જોડાઈ શકે છે. સમાજમાં અસમાનતા વધી રહેલી આ કોમ્યુનિટી માટે આ એક મોટું પગલું છે. તેમજ અક્ષય કુમારે  તેમના માટે થઈ રહેલા ન્યાયના પ્રયાસરૂપે કરાયેલા નિર્ણયના ખુબ જ વખાણ કર્યા છે.


અક્ષય કુમારે ટ્વીટ કર્યું છે કે ખૂબ જ સારી ખબર છે. સરકારનું આ સાચું પગલું છે. મને આશા છે કે દેશના અન્ય ક્ષેત્રમાં પણ આ નિર્ણય લાગુ થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application