આયેશા આત્મહત્યા કેસ: દીકરીઓ પર અત્યાચાર બંધ કરવા ઓવૈસીની અપીલ

  • March 03, 2021 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં ગત અઠવાડિયે આયેશા નામની પરિણીતાએ સાબરમતી રિવરફ્રન્ટ પરથી આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. આયેશા નામની આ યુવતીની આત્મહત્યાની ઘટનાના આખા દેશમાં પડઘા પડ્યા છે. આયેશાના પતિ આરિફને અમદાવાદ પોલીસે ઝડપી લીધો છે અને તેને અમદાવાદ પોલીસ રિવરફ્રન્ટ (પશ્ચિમ)ના પોલીસ સ્ટેશનમાં લવાયો છે. ત્યારે હવે એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. અસદુદ્દીન ઓવૈસીનો એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં ઓવૈસીએ સમાજની દરેક મહિલાને એવી અપીલ કરી છે કે આવા દહેજભૂખ્યા પતિઓને લાત મારવી જોઈએ અને કાયદાનો સહારો લેવો જોઈએ.

 


આ વાયરલ વીડિયોમાં ઓવૈસી એક સભામાં આયેશાની કરુણ ઘટના બાબતે પીડા વ્યક્ત કરતા જણાવે છે કે આયેશાનો આપઘાત આપણા સમાજ માટે સારી વાત નથી. હું તમામ માતા-પિતાને કહેવા માગું છું કે દહેજ સારી વાત નથી. જે પતિ પોતાની પત્ની પર અત્યાચાર કરે છે તે પતિ નથી કહેવાતો. ધર્મમાં પણ પત્ની પર અત્યાચાર કરનારા લોકોને ક્યાય જગ્યા નહીં મળતી હોવાનો ઉલ્લેખ છે. શરમ કરો અને દીકરીઓ પર અત્યાચાર બંધ કરો. વધુમાં હું દીકરીઓને કહેવા માગું છું કે તમારો જીવ કિંમતી છે, આવી રીતે જીવ ના આપો.

 


તેમણે વધુમાં જણાવ્યું કે અમે તમારી સાથે છીએ. જો પતિ તમારા પર અત્યાચાર કરે તો તેને લાતો મારો અને કાયદાનો સહારો લો, કાયદાનો ઉપયોગ કરો. લોકોએ પણ પોતાની આસપાસ કોઈ બહેન-દીકરી પર અત્યાચાર થતો હોય તો આગળ આવીને આ લોકોને સમજાવવા જોઈએ અને ના સમજે તો પાઠ ભણાવવો જોઈએ. અમદાવાદની દીકરી આયેશાએ મૃત્યુ પહેલા જે વીડિયો પોસ્ટ કર્યો તે કાળજું કંપાવી દે તેવો છે. આ વીડિયો જોતા જ મારું માથું શરમથી ઝૂકી ગયું છે. આપણી બહેન-દીકરીઓને સન્માન આપો. આપણી બહેન-દીકરીઓનો આદર કરવો જોઈએ અને આપણી અંદરની ખરાબ બાબતોને દૂર કરવી જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS