મધ્યપ્રદેશના પરિવાર માટે રાજકોટનું મીડિયા બન્યું બેલી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસના કહેરને કારણે રાજકોટમાં અત્યારે સજ્જડ લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. જો કે કોરોનાનો ખતરો છતાં ફરજ પર ૨૪ કલાક તૈનાત રહેનાર રાજકોટનું મીડિયા મધ્યપ્રદેશના એક પરિવાર માટે દુ:ખીયાનું બેલી બન્યું છે. આજે સવારના સમયે જિલ્લા પંચાયત ચોકમાંથી મધ્યપ્રદેશનો એક પરિવાર પસાર થઈ રહ્યો હતો. આ વેળાએ મીડિયાના મિત્રોએ તેમને અટકાવી પૂછપરછ કરી હતી. પરિવારે જણાવ્યું હતું કે તેઓને મધ્યપ્રદેશ જવાનું છે પરંતુ ત્યાં પહોંચવા માટે આટકોટ જવું જ‚રી છે. આ પછી મીડિયા મિત્રોએ અધિકારીઓને ફોન કરી પરિવારને આટકોટ પહોંચાડવા અપીલ કરી હતી. અધિકારીઓએ મધ્યપ્રદેશના આ પરિવારને રામપર બેટી સુધી પહોંચાડવા કહ્યું હતું. બરાબર આ વેળાએ જ દૂધની એક ગાડી પસાર થઈ રહી હતી જે રામપર બેટી જઈ રહી હતી. ઉપસ્થિત મીડિયાના મિત્રોએ તે ગાડીમાં પરિવારને બેસાડી રામપર બેટી પહોંચાડયો હતો અને અહીંથી તેમના આટકોટ જવાની વ્યવસ્થા કરાવી આપી હતી. (તસવીર: રાજુ વાડોલિયા)
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS