ન્યૂઝીલેન્ડમાં ભારતીય પ્રવાસીઓ પર પ્રતિબંધ

  • April 08, 2021 09:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના ને રોકવા માટે પગલું લીધાની ચોખવટ, 11 એપ્રિલ થી એન્ટ્રી બંધ



દેશ અને દુનિયાભરમાં કોરોનાવાયરસ મહામારીએ ભયંકર પરિસ્થિતિ નિમર્ણિ કરી છે ત્યારે અલગ અલગ દેશો કોરોનાવાયરસ ને અટકાવવા માટેના પગલા લઇ રહ્યા છે અને તેના ભાગરૂપે ન્યૂઝીલેન્ડ ની સરકાર દ્વારા હવે ભારતીય પ્રવાસીઓ પર ન્યૂઝીલેન્ડમાં પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.

 


ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન દ્વારા એવી ચોખવટ કરવામાં આવી છે કે કામચલાઉ ધોરણે ભારતીય પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકાયો છે અને 11મી એપ્રિલથી ભારતીય પ્રવાસીઓ માટે એન્ટ્રી બંધ થઈ જશે. કોરોનાવાયરસ ના કેસ ની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે ત્યારે આ પગલું લેવું જરૂરી છે એવી ચોખવટ કરવામાં આવી છે.

 


જો કે આ પહેલા પણ ન્યૂઝીલેન્ડ ની સરકાર દ્વારા કોરોનાવાયરસ મહામારી ને અટકાવવા માટે અન્ય ઘણા બધા દેશોના નાગરિકો માટે પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કર્યો હતો અને તબક્કાવાર પરિસ્થિતિ સુધરી જતા તે ઉઠાવી લેવામાં આવ્યો હતો.

 


હવે ફરીવાર નવી લહેર વિશ્વના અનેક દેશોમાં તરખાટ મચાવી રહી છે ત્યારે ન્યૂઝીલેન્ડ ની સરકાર પણ નવા કેસની ભયંકર ગતિથી ગભરાઈ ગઈ છે અને અનેક પગલાં જાહેર કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા એવી ચોખવટ પણ કરવામાં આવી છે કે ન્યૂઝીલેન્ડના નાગરિકો પણ ભારતથી આવવા માગતા હશે તો એમને એન્ટ્રી અપાશે નહીં અને 11મી એપ્રિલથી મૂળ ન્યૂઝીલેન્ડના નાગરિકોને પણ પ્રવેશ નહીં મળે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application